Rashi fal 11/03/2020

ફાગણ વદ બીજ ( 15:34 ), ત્રીજ
11/03/2020
ચંદ્રરાશિ :- કન્યા ( 29:35 ), તુલા
નક્ષત્ર :- હસ્ત ( 19:00 ), ચિત્રા
યોગ :- ગંડ ( 08:11 ), વૃદ્ધિ
કરણ :- ગર ( 15:35 ), વણિજ ( 25:44 )

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, પેટ સંબંધિત તકલીફ પડી શકે, શત્રુઓથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પેટ સંબંધીત તકલીફ પડશે, સંતાન ચિંતા રહે, ધનખર્ચ થશે, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- વાહન સંબંધિત લાભ મળે, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- પરાક્રમ દ્વારા સફળતા પ્રાપ્ત થશે, પ્રવાસ થાય, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, કુટુંબીજનો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનખર્ચ થશે, પગની તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત કરશો, વિદ્યાક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, નોકરિયાત વર્ગને માટે વિશેષ તક મળે, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, ધાર્મિક કાર્યો કરશો, પ્રવાસ થાય, ભાગ્ય પ્રબળ બને, હાથ સંબંધિત તકલીફ દૂર થાય, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધનખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, ક્રોધ પર કાબૂ મેળવવો, સામાન્ય દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments