Rashi fal 12/01/2020
પૌષ વદ બીજ ( 20:12 ), ત્રીજ
12/01/2020
ચંદ્રરાશિ :- કર્ક
નક્ષત્ર :- પુષ્ય ( 11:50 ), આશ્લેષા
યોગ :- વિષ્કુમ્ભ ( 10:45 ), પ્રીતિ
કરણ :- તૈતિલ ( 09:29 ), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- લાભ પ્રાપ્તિ થાય, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવી શકે, માતા-પિતા સાથે સમય પસાર કરશો, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, હાથની તકલીફ પડી શકે, ધાર્મિક કાર્ય કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, આંખ યા મસ્તક સંબંધિત તકલીફ પડી શકે, વિચારમગ્ન રહેશો, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, અટકાયેલા કાર્યમાં સફળતા મળશે, લગ્ન ઈચ્છુક માટે સારો સમય છે, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તકો પ્રાપ્ત થાય, લાભ પ્રાપ્તિ થાય, સારું ભોજન મળે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળે, માતા પિતા સાથે સમય ગાળો, નોકરીમાં ઉન્નતિ થાય, મધ્યમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિક કાર્ય કરશો, યાત્રા પ્રવાસ થાય, ધનખર્ચ સંભવે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નકારાત્મક વિચારોની અસર રહે, ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, વિચારમગ્ન રહેશો, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્ય પ્રબળ બનશે, લાભ પ્રાપ્ત થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ સારો રહે, પાર્ટનરશીપ સારી રહે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા વધે, શત્રુઓથી સાવધ રહેવું, પેટ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થશે, સંતાન સાથે સમય ગાળો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment