Rashi fal 27/10/19

અશ્વિન કૃષ્ણ ચતુર્દશી ( 12:23 ), અમાસ ( દિવાળી ) 27/10/2019 ચંદ્રરાશિ :- કન્યા ( 16:31 ), તુલા નક્ષત્ર :- ચિત્રા ( 27:16 ), સ્વાતિ યોગ :- વિષ્કુમ્ભ ( 22:10 ), પ્રીતિ કરણ :- ચતુષ્પદ ( 22:44 ), નાગ *દિવાળી ની ખુબ શુભકામના* મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું , યાત્રા પ્રવાસ થાય, આકસ્મિક ધનખર્ચ કરશો, નકારાત્મક વિચારોની અસર રહે, મધ્યાહ્ન બાદ મધ્યમ દિવસ રહેશે. વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વાહનનો લાભ થશે, સારું ખાનપાન મળે, ભાગ્યનો સાથ મળશે, મધ્યાહ્ન બાદ નકારાત્મકતા વધે, સામાન્ય દિવસ રહેશે. મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ):- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધનખર્ચ કરશો, મધ્યાહ્ન બાદ નકારાત્મક વિચારોની અસર રહે. કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, યાત્રા પ્રવાસ કરશો,‌ વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે. સિંહ રાશિ ( મ, ટ ) :- ધાર્મિક કાર્ય કરશો, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ક્રોધ પર કાબૂ મેળવવો, સામાન્ય દિવસ રહેશે. કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિક કાર્ય કરશો, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધનખર્ચ કરશો, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે. તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનખર્ચ કરશો, યાત્રા પ્રવાસ કરશો, આત્મવિશ્વાસ માં ઉણપ આવે, મધ્યાહ્ન બાદ ભાગ્ય માં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે. વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ કરશો, કાર્યમાં સફળતા પ્રયત્ન પૂર્વક મળે, નકારાત્મક વિચારોની અસર રહે, સામાન્ય દિવસ રહેશે. ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ધનખર્ચ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહેશે. મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં સફળતા માટે પ્રયત્ન કરશો, યાત્રા પ્રવાસ થાય, મધ્યાહ્ન બાદ માનસિક તણાવ વધે, મધ્યમ દિવસ રહેશે. કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- ધાર્મિકતા માં અભાવ આવે, આકસ્મિક ધનખર્ચ કરશો, યાત્રા પ્રવાસ થાય, મધ્યાહ્ન બાદ મધ્યમ દિવસ રહેશે. મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ કરશો, ભાગ્યમાં અવરોધ આવે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યાહ્ન બાદ મધ્યમ દિવસ રહેશે. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments