Rashi fal 16/10/19

અશ્વિન કૃષ્ણ ત્રીજ ( 30:49 ), ચોથ 16/10/2019 ચંદ્રરાશિ :- મેષ ( 20:46 ), વૃષભ નક્ષત્ર :- ભરણી ( 14:21 ), કૃત્તિકા યોગ :- સિદ્ધિ ( 28:45 ), વ્યતિપાત કરણ :- વણિજ ( 18:20 ), ભદ્રા સિદ્ધિયોગ 14:21 થી બીજા દિવસના સૂર્યોદય સુધી, મેષ રાશિ :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળશે, પરાક્રમ દ્વારા સફળતા પ્રાપ્ત થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સારું ખાનપાન મળે. વૃષભ રાશિ :- માનસિક તણાવને કારણે કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ કરશો, નકારાત્મક વિચારોની અસર રહે, સામાન્ય દિવસ રહેશે. મિથુન રાશિ :- મિત્રોનો સાથ મળશે, માતા-પિતા જોડે અણબનાવ બની શકે, મધ્યાહ્ન બાદ નકારાત્મકતા વધે જેથી અશાંતિ રહે. કર્ક રાશિ :- ધનખર્ચ કરશો, નોકરિયાત વર્ગને માટે ઉત્તમ દિવસ રહેશે, મધ્યાહ્ન બાદ મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે. સિંહ રાશિ :- ખાનપાનમાં યોગ્યતા જાળવવી, આંખ સંબંધીત તકલીફ પડી શકે, ધનખર્ચ કરશો, નોકરિયાત/વ્યાપારી વર્ગને માટે ઉત્તમ દિવસ રહેશે. કન્યા રાશિ :- ક્રોધ પર કાબૂ મેળવવો, કાર્યમાં અવરોધ આવે, ધાર્મિકતા વધે, કુટુંબમાં સ્નેહ પ્રાપ્ત થાય. તુલા રાશિ :- યાત્રા પ્રવાસ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ મુશ્કેલીનો સામનો કરવો પડે, ધાર્મિકતા માં અભાવ આવે. વૃશ્ચિક રાશિ :- ધનખર્ચ કરશો, માનસિક ચિંતાને કારણે નકારાત્મકતા વધે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો હિતાવહ રહેશે, સામાન્ય દિવસ રહેશે. ધન રાશિ :- ભાગ્યનો સાથ મળશે, કાર્યમાં સફળતા મળશે, મિત્રો સાથે મુલાકાત કરશો, મધ્યાહ્ન બાદ ઉત્તમ દિવસ વીતે. મકર રાશિ :- શત્રુઓથી સાવધાન રહેવું, માનસિક વ્યગ્રતાને કારણે કાર્યમાં અવરોધ આવે, ધનલાભ થશે. કુંભ રાશિ :- મિત્રો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ શાંતિનું વાતાવરણ પ્રાપ્ત થશે, લાભ પ્રાપ્ત થાય. મીન રાશિ :- ધાર્મિકતા વધે, ભાગ્યોન્નતિ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યાહ્ન બાદ બહાર જવાનું થાય અથવા તો અંગત વ્યક્તિને મળવાનું થઈ શકે. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments