Rashi fal 1/10/19

*तृतीयं चन्द्रघण्टेति।।* અશ્વિન શુક્લ ત્રીજ ( 13:55 ), ચોથ 01/10/2019 ચંદ્રરાશિ :- તુલા નક્ષત્ર :- સ્વાતિ ( 14:21 ), વિશાખા યોગ :- વૈધૃતિ ( 08:31 ), વિષ્કુમ્ભ ( 29:23 ) કરણ :- વણિજ ( 24:42 ) મેષ રાશિ :- નકારાત્મક વિચારોને કારણે કામમાં ધ્યાન ન આપી શકો, વિદ્યાર્થીઓ માટે સારો સમય છે, ધનખર્ચ કરશો, ચિંતાગ્રસ્ત રહેશો. વૃષભ રાશિ :- નકારાત્મક વિચારોની અસર રહેશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનખર્ચ કરશો, બિમાર ન થાઓ તેની તકેદારી રાખવી, સામાન્ય દિવસ રહેશે. મિથુન રાશિ :- વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પરાક્રમ દ્વારા સફળતા પ્રાપ્ત થશે, સામાન્ય દિવસ રહેશે. કર્ક રાશિ :- માતા-પિતા સાથે સમય પસાર કરશો, ભાગ્યની વૃદ્ધિ થશે, યાત્રા કરશો, મકાન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ આવી શકે. સિંહ રાશિ :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યમાં અડચણ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટ સંબંધીત તકલીફ પડી શકે. કન્યા રાશિ :- મકાન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ ન આવે, ધાર્મિકતા વધશે, ધનલાભ થાય, નાની મુસાફરી કરશો, સામાન્ય દિવસ રહેશે. તુલા રાશિ :- ધનખર્ચ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, બહાર જવાનું થશે, ભાઈભાંડુ સાથે અણબનાવ બની શકે, નોકરિયાત વર્ગ કોઈ જોડે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું. વૃશ્ચિક રાશિ :-‌ નકારાત્મક વિચારોને કારણે કામમાં ધ્યાન ન આપી શકો, પાણી જેવા પ્રદેશથી દૂર રહેવું, મિત્રોનો સહકાર પ્રાપ્ત થશે. ધન રાશિ :- મિત્રોનો સાથ મળશે, ધનખર્ચ કરશો, કાર્યમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું,‌ ખાનપાનમાં ધ્યાન રાખવું. મકર રાશિ :- ધનખર્ચ કરશો, બહાર જવાનું થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું જોઈશે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, ચિંતાગ્રસ્ત રહેશો. કુંભ રાશિ :- ધનખર્ચ કરશો, બિમાર ન થાઓ તેની તકેદારી રાખવી, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, નોકરિયાત વર્ગને માટે ઉત્તમ તક મળશે, સામાન્ય દિવસ રહેશે. મીન રાશિ :- નકારાત્મક વિચારોને કારણે કામમાં ધ્યાન ન આપી શકો, કાર્યમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સંતાન સાથે સમય પસાર કરશો, સામાન્ય દિવસ રહેશે. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments