Rashi fal 26/10/19

અશ્વિન કૃષ્ણ ધનતેરસ‌ ( 15:48 ), નરક ચતુર્દશી 26/10/2019 ચંદ્રરાશિ :- કન્યા નક્ષત્ર :- ઉત્તરા ફાલ્ગુની ( 08:27 ), હસ્ત યોગ :- ઐન્દ્ર ( 06:03 ), વૈધૃતિ કરણ :- ભદ્રા ( 26:04 ) મેષ રાશિ :- ખાનપાનમાં ધ્યાન રાખવું , યાત્રા પ્રવાસ થાય, આકસ્મિક ધનખર્ચ કરશો, નકારાત્મક વિચારોની અસર રહે. વૃષભ રાશિ :- માતા સાથે સારો વ્યવહાર રહે, વાહનનો લાભ થશે, સારું ખાનપાન મળે, ભાગ્યનો સાથ મળશે, ઉત્તમ દિવસ રહેશે. મિથુન રાશિ :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધનખર્ચ કરશો, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહેશે. કર્ક રાશિ :- ધનલાભ થશે, યાત્રા પ્રવાસ કરશો,‌ ભાઈભાંડુ સાથે અણબનાવ બની શકે, સામાન્ય દિવસ રહેશે. સિંહ રાશિ :- વાહન સંબંધિત લાભ થશે, ધાર્મિક કાર્ય કરશો, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે. કન્યા રાશિ :- ધાર્મિક કાર્ય કરશો, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે. તુલા રાશિ :- ધનખર્ચ કરશો, યાત્રા પ્રવાસ કરશો, આત્મવિશ્વાસ માં ઉણપ આવે, સામાન્ય દિવસ રહેશે. વૃશ્ચિક રાશિ :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, સંતાન તરફથી લાભ મળે, ભાગ્યનો સાથ મળશે. ધન રાશિ :- કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ધનલાભ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહેશે. મકર રાશિ :- કાર્યક્ષેત્રમાં સફળતા માટે પ્રયત્ન કરશો, ધનલાભ થશે, યાત્રા પ્રવાસ થાય, ઉત્તમ દિવસ રહેશે. કુંભ રાશિ :- ખાનપાનમાં યોગ્યતા જાળવવી, ધાર્મિકતા માં અભાવ આવે, આકસ્મિક ધનખર્ચ કરશો, સામાન્ય દિવસ રહેશે. મીન રાશિ :- ધનલાભ થશે, ધાર્મિક કાર્ય કરશો, ભાગ્યનો સાથ મળશે, ઉત્તમ દિવસ રહેશે. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments