Rashi fal 15/10/19

અશ્વિન કૃષ્ણ બીજ ( 29:45 ), ત્રીજ 15/10/2019 ચંદ્રરાશિ :- મેષ નક્ષત્ર :- અશ્વિની ( 12:30 ), ભરણી યોગ :- વજ્ર ( 29:00 ), સિદ્ધિ કરણ :- તૈતિલ ( 17:06 ), ગર ભૌમાશ્વિની અમૃતસિદ્ધિ યોગ 12:30 સુધી, રાજયોગ મેષ રાશિ :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળશે, ભાઈભાંડુ સાથે અણબનાવ બને, ક્રોધ પર નિયંત્રણ રાખવું. વૃષભ રાશિ :- ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ કરશો, નકારાત્મક વિચારોની અસર રહે, બિમાર થવાની શક્યતા રહે. મિથુન રાશિ :- મિત્રોનો સાથ મળશે, માતા-પિતા જોડે અણબનાવ બની શકે, ધનખર્ચ કરશો, સામાન્ય દિવસ રહેશે. કર્ક રાશિ :- મનપસંદ ચીજ વસ્તુઓમાં ધનખર્ચ કરશો, નોકરિયાત વર્ગને માટે ઉત્તમ દિવસ રહેશે, ધાર્મિકતા વધે. સિંહ રાશિ :- ખાનપાનમાં યોગ્યતા જાળવવી, આંખ સંબંધીત તકલીફ પડી શકે, ધનખર્ચ કરશો, સામાન્ય દિવસ રહેશે. કન્યા રાશિ :- ક્રોધ પર કાબૂ મેળવવો, મોજશોખની ચીજ વસ્તુઓમાં ધનખર્ચ કરશો, ધાર્મિકતા વધે, કુટુંબમાં સ્નેહ પ્રાપ્ત થાય. તુલા રાશિ :- યાત્રા પ્રવાસ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાગ્યનો સાથ મળશે, ધાર્મિકતા માં અભાવ આવે. વૃશ્ચિક રાશિ :- ધનખર્ચ કરશો, આંખ સંબંધીત તકલીફ પડી શકે, નકારાત્મકતા વધે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો હિતાવહ રહેશે. ધન રાશિ :- ભાગ્યનો સાથ મળશે, કાર્યમાં સફળતા મળશે, મિત્રો સાથે મુલાકાત કરશો, ધનખર્ચ કરશો. મકર રાશિ :- યાત્રા પ્રવાસ થાય, શત્રુઓથી સાવધાન રહેવું, આંખ સંબંધીત તકલીફ પડી શકે, વાહન મકાન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ આવી શકે. કુંભ રાશિ :- મિત્રો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધાર્મિક કાર્યો કરશો. મીન રાશિ :- ધાર્મિકતા વધે, ભાગ્યોન્નતિ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનખર્ચ કરશો, ઉત્તમ દિવસ વીતે. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments