Rashi Fal 6/8/19
શ્રાવણ સુદ છઠ્ઠ ( 13:30 ), સાતમ
06/08/2019
ચંદ્રરાશિ :- કન્યા ( 11:01 ), તુલા
નક્ષત્ર :- ચિત્રા ( 22:23 ), સ્વાતિ
યોગ :- સાધ્ય ( 17:20 ), શુભ
કરણ :- ગર ( 24:31 )
રાજયોગ 13:30 થી 22:23 સુધી,
મેષ રાશિ :- નકારાત્મક વિચારો ને કારણે કાર્યમાં વિલંબ થાય, મધ્યાહ્ન બાદ કાર્યમાં વેગ આવે, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ :- મધ્યાહ્ન બાદ શરીરમાં અશક્તિ જેવું લાગે, ધનખર્ચ થાય, ધાર્મિક કાર્યો કરશો.
મિથુન રાશિ :- જમીન મકાન સંબંધિત તકલીફ દૂર થાય, મધ્યાહ્ન બાદ વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય શરૂ થશે.
કર્ક રાશિ :- ભાઈભાંડુ સાથે સારું ફાવે, યાત્રા પ્રવાસ થાય, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળતા મળશે.
સિંહ રાશિ :- ધનલાભ થાય, મિત્રો સાથે સમય પસાર કરશો, મધ્યાહ્ન બાદ પરાક્રમ દ્વારા સફળતા મળશે.
કન્યા રાશિ :- ધનલાભ થાય, મિત્રો સાથે સમય પસાર કરશો, મધ્યાહ્ન બાદ દિવસ સારો રહેશે.
તુલા રાશિ :- નકારાત્મક વિચારો મધ્યાહ્ન બાદ દૂર થશે તેમજ લાભ પ્રાપ્ત થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું.
વૃશ્ચિક રાશિ :- મધ્યાહ્ન બાદ નકારાત્મકતા ને કારણે કાર્યમાં વિઘ્ન આવે, ધનખર્ચ થાય, બિમાર પડવાની સંભાવના રહેશે.
ધન રાશિ :- ધનલાભ થાય, મિત્રોને મળવાનું થાય, નવી વસ્તુની ખરીદી કરશો, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ :- ધાર્મિકતા વધે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ :- નકારાત્મક વિચારો મધ્યાહ્ન પછી દૂર થશે તેમજ ધનલાભ યા તો ધાર્મિક કાર્યોમાં રૂચી લાગશે, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ :- મધ્યાહ્ન બાદ નકારાત્મકતા ને કારણે કાર્યમાં સફળતા ન મળે, ધાર્મિકતા વધે, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
સૌએ *ૐ નમઃ શિવાય* ની એક માળા કરવી જોઈએ.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment