Rashi fal 21/8/19
શ્રાવણ વદ છઠ્ઠ ( અહોરાત્ર ) રાંધણ છઠ્ઠ
21/08/2019
ચંદ્રરાશિ :- મેષ
નક્ષત્ર :- અશ્વિની ( 24:47 ), ભરણી
યોગ :- ગંડ ( 16:56 ), વૃદ્ધિ
કરણ :- ગર ( 18:22 )
મેષ રાશિ :- વૈભવી ખાનપાન પ્રાપ્ત થાય, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થશે, માતા જોડે સમય પસાર કરશો, પતિ પત્ની વચ્ચે મનમેળ સારો રહેશે.
વૃષભ રાશિ :- હ્રદયની લાગણીઓ દ્વારા કાર્ય કરશો, નકારાત્મક વિચારો દૂર કરવા, ધનખર્ચ સંભવે, ભાગ્ય નો સાથ મળશે.
મિથુન રાશિ :- ભાઈભાંડુ જોડે સારું રહેશે, નાની મુસાફરી કરશો, અંગત જીવનમાં ખટપટ વધારે રહેશે, મિત્રોનો સાથ મળશે, ખાનપાનમાં ધ્યાન રાખવું.
કર્ક રાશિ :- ધનલાભ થશે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, ભાગ્ય નો સાથ મળશે, અચાનક બિમાર પડવાની સંભાવના રહેશે.
સિંહ રાશિ :- ભાગ્ય પ્રબળ સાથે ક્રોધ પર કાબૂ રાખવો અનિવાર્ય છે, મિત્રોથી સાવધ રહેવું, પાચનક્રિયામાં નબળાઈ આવી શકે.
કન્યા રાશિ :- ધનખર્ચ સંભવે, ક્રોધ પર કાબૂ રાખવો, આંખ સંબંધીત તકલીફ પડી શકે, માતા પિતા જોડે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, પાણીથી દૂર રહેવું.
તુલા રાશિ :- મિત્રોનો સાથ સહકાર મળે, પાર્ટનર સાથે મનભેદ થાય, શુભાશુભ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ :- કારકીર્દિ ક્ષેત્રમાં પ્રગતિ થશે, અંગત જીવનની વાતો ન કરવી, આંખ સંબંધીત તકલીફ પડે, નકારાત્મક ને કારણે કામમાં ધ્યાન ન અપાય.
ધન રાશિ :- ધાર્મિકતા વધશે, પતિ પત્ની વચ્ચે મનભેદ થઈ શકે, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થશે, ક્રોધ પર કાબૂ રાખવો.
મકર રાશિ :- માતા જોડે સારું રહેશે, ક્રોધ પર કાબૂ રાખવો, દૂરની યાત્રા પ્રવાસ થાય, ખાનપાનમાં અનિયમિતતા જોવા મળે.
કુંભ રાશિ :- ગૃહસ્થ જીવન ખુશખુશાલ રહેશે, કારકિર્દી ક્ષેત્રમાં પ્રગતિ થશે, મિત્રોથી સાવધ રહેવું અનિવાર્ય છે. ક્રોધ પર કાબૂ રાખવો.
મીન રાશિ :- ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનલાભ થાય, ધાર્મિક કાર્યો કરશો, જમીન મકાન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ ન આવી શકે, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment