Rashi fal 23/8/19

શ્રાવણ વદ સાતમ ( 08:09 ), આઠમ
( કૃષ્ણ જન્માષ્ટમી પર્વ આવતીકાલે છે. )
23/08/2019
ચંદ્રરાશિ :- મેષ ( 08:58 ), વૃષભ
નક્ષત્ર :- કૃત્તિકા ( 27:47 ), રોહિણી
યોગ :- ધ્રુવ ( 16:41 ), વ્યાઘાત
કરણ :- બાલવ ( 20:26 )

મેષ રાશિ :- આજના દિવસે ભાઈભાંડુ સાથે બહાર ફરવા જવાનું થાય, ધાર્મિકતા માં અભાવ આવે, મધ્યાહ્ન બાદ ધનલાભ થાય.

વૃષભ રાશિ :- માતા જોડે સારું રહેશે, લાગણીઓના આવેશમાં ન આવવું, ધનખર્ચ સંભવે, મધ્યાહ્ન બાદ સાનુકૂળ દિવસ રહેશે.

મિથુન રાશિ :- અંગત જીવનમાં ખટપટ રહેશે, કાર્યમાં વિઘ્ન આવે, ધનખર્ચ સંભવે, ધાર્મિક કાર્યો કરશો.

કર્ક રાશિ :- અચાનક બિમાર પડવાની સંભાવના, વાહન ધીમે ચલાવવું, ખાસ મિત્રો જોડે મુલાકાત થાય.

સિંહ રાશિ :- સુખમય દિવસ પસાર કરશો, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, માતા જોડે સારું રહેશે.

કન્યા રાશિ :- ક્રોધ પર કાબૂ રાખવો જોઈશે, માતા પિતા જોડે અણબનાવ બને, ભાઈભાંડુ સાથે સારો વ્યવહાર કરશો, ધનખર્ચ થાય.

તુલા રાશિ :- નકારાત્મક વિચારો દૂર કરવા, અચાનક દ્રવ્ય લાભ થશે, યાત્રા પ્રવાસ કરશો, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો.

વૃશ્ચિક રાશિ :- ધનખર્ચ સંભવે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, મધ્યાહ્ન બાદ સાનુકૂળ દિવસ રહેશે.

ધન રાશિ :- કાર્યમાં વિઘ્ન આવે, પ્રયત્ન ખુબ કરવા પડશે ત્યારે કાર્યમાં સફળતા મળશે, ધાર્મિકતા વધશે.

મકર રાશિ :- ક્રોધ પર કાબૂ રાખવો, અભ્યાસ ક્ષેત્રે ઉન્નતિ થશે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, ખાનપાનમાં ધ્યાન રાખવું.

કુંભ રાશિ :- મિત્રો અને સંતાન સાથે શાંતિથી વ્યવહાર કરવો, ક્રોધ પર કાબૂ રાખવો, ભાગ્ય નો સાથ મળશે.

મીન રાશિ :- વ્યર્થ ચિંતા ન કરવી, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ધાર્મિક સ્થળ પર અથવા ધાર્મિક કાર્યો કરશો.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments