Rashi Fal 22/8/19
શ્રાવણ વદ છઠ્ઠ ( 07:06 ), સાતમ
22/08/2019
ચંદ્રરાશિ :- મેષ
નક્ષત્ર :- ભરણી ( 26:36 ), કૃત્તિકા
યોગ :- વૃદ્ધિ ( 17:03 ), ધ્રુવ
કરણ :- વિષ્ટિ ભદ્રા ( 18:42 )
*સૂર્યોદય સમયે છઠ્ઠ હોવાથી આજે પૂર્ણ રૂપે ઉદિત તિથિ છઠ્ઠ કહેવાય.*
મેષ રાશિ :- કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ક્રોધ પર કાબૂ રાખવો હિતાવહ છે, શુભાશુભ દિવસ રહેશે.
વૃષભ રાશિ :- હ્રદયની લાગણીઓ દ્વારા કાર્ય કરશો, નકારાત્મક વિચારો દૂર કરવા, આંખ સંબંધીત તકલીફ પડી શકે, વાહન શાંતિથી ચલાવવું.
મિથુન રાશિ :- ભાઈભાંડુ જોડે સારું રહેશે, નાની મુસાફરી કરશો, અંગત જીવનમાં ખટપટ વધારે રહેશે, ધનલાભ થાય, ધાર્મિકતા માં અભાવ આવે.
કર્ક રાશિ :- ધનલાભ થશે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, ભાગ્ય નો સાથ મળશે, દૂરની યાત્રા પ્રવાસ થાય.
સિંહ રાશિ :- ભાગ્ય પ્રબળ સાથે ક્રોધ પર કાબૂ રાખવો અનિવાર્ય છે, મિત્રોથી સાવધ રહેવું, પાચનક્રિયામાં નબળાઈ આવી શકે, ધાર્મિક કાર્યો કરશો.
કન્યા રાશિ :- ધનખર્ચ સંભવે, ક્રોધ પર કાબૂ રાખવો, આંખ સંબંધીત તકલીફ પડી શકે, મિત્રો સાથે સમય પસાર કરશો.
તુલા રાશિ :- મિત્રોનો સાથ સહકાર મળે, વિચારો ના કારણે બેધ્યાન રહેશો, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ :- અંગત જીવનની વાતો ન કરવી, આંખ સંબંધીત તકલીફ પડે, નકારાત્મક ને કારણે કામમાં ધ્યાન ન અપાય.
ધન રાશિ :- ધાર્મિકતા વધશે, કાર્યમાં સફળતા નહીં મળે, વિચારો ને કારણે કામમાં ધ્યાન ને આપી શકો, ક્રોધ પર કાબૂ રાખવો.
મકર રાશિ :- માતા જોડે સારું રહેશે, ક્રોધ પર કાબૂ રાખવો, દૂરની યાત્રા પ્રવાસ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું હિતાવહ છે.
કુંભ રાશિ :- ગૃહસ્થ જીવન ખુશખુશાલ રહેશે, કારકિર્દી ક્ષેત્રમાં પ્રગતિ થશે, મિત્રોથી સાવધ રહેવું અનિવાર્ય છે. ભાઈભાંડુ નો સાથ મળશે.
મીન રાશિ :- ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનલાભ થાય, ધાર્મિક કાર્યો કરશો, જમીન મકાન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ ન આવી શકે, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થશે.
Mehta Jay Jagdishbhai
SHREE BRAHMANI JYOTISH
Comments
Post a Comment