Rashi fal 12/8/19
શ્રાવણ સુદ દ્વાદશી ( 12:07 ), તેરસ
12/08/2019
ચંદ્રરાશિ :- ધન
નક્ષત્ર :- પૂર્વાષાઢા ( 26:51 ), ઉત્તરાષાઢા
યોગ :- વિષ્કુમ્ભ ( 10:19 ), પ્રીતિ
કરણ :- કૌલવ ( 24:54 )
સિદ્ધિયોગ સૂર્યોદયથી 24:45 સુધી,
મેષ રાશિ :- નકારાત્મક વિચારોની અસર રહેશે જેથી કાર્યમાં અરુચિ લાગશે, યાત્રા પ્રવાસ થાય, માતા સાથે સારો વ્યવહાર રહેશે, મકાન વાહન સંબંધીત લાભ થાય.
વૃષભ રાશિ :- પાણીથી દૂર રહેવું, બિમાર પડવાની શક્યતા રહે, આંખ સંબંધીત તકલીફ પડે, ભાઈભાંડુ સાથે મનમેળ રહે, લાભાલાભ રહેશે.
મિથુન રાશિ :- માનસિક તણાવ અનુભવાય તેમજ ઘર સંસારમાં તેની અસર રહેશે, બિનજરૂરી ખર્ચ થશે, કાર્યક્ષેત્રમાં લાભ થાય, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ :- માનસિક વ્યગ્રતા રહે, શારિરીક સ્વસ્થતા ન જળવાય, પેટ સંબંધીત તકલીફ પડી શકે, નકારાત્મક વિચારોને કારણે કામમાં ધ્યાન ન આપી શકો, નાની મુસાફરી કરશો.
સિંહ રાશિ :- પેટ ને લગતી બીમારી થાય, મિત્રો સાથે અણબનાવ બને, ઉગ્ર સ્વભાવને કારણે કામમાં ધ્યાન ન અપાય, મકાન વાહન સંબંધીત લાભ થાય.
કન્યા રાશિ :- માતા જોડે અણબનાવ બને, વાહન શાંતિથી ચલાવવું, મન બેચેન રહે, ધાર્મિક કાર્યો કરશો.
તુલા રાશિ :- ભાઈભાંડુ સાથે અણબનાવ બને, ધાર્મિકતા માં અભાવ આવે, નાની મુસાફરી કરશો, હાથમાં પીડા અનુભવાય, ધનખર્ચ થાય.
વૃશ્ચિક રાશિ :- ધનખર્ચ થાય, આંખ સંબંધીત તકલીફ પડે, ધાર્મિકતા માં વધારો થાય, મન વ્યાકુળ રહ્યા કરે.
ધન રાશિ :- માનસિક તણાવ અનુભવાય, કાર્યમાં સફળતા ન મળે, સંઘર્ષમય જીવન બને, લાભાલાભ રહેશે.
મકર રાશિ :- ધનખર્ચ થાય, યાત્રા પ્રવાસ થાય, આંખ સંબંધીત તકલીફ પડી શકે, વાહન શાંતિથી ચલાવવું, મિત્રો સાથે મુલાકાત થાય.
કુંભ રાશિ :- મિત્રો સાથે અણબનાવ બને, નાની મુસાફરી કરશો, માનસિક તણાવ અનુભવાય, જમીન મકાન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ આવે, લાભ પ્રાપ્ત થશે.
મીન રાશિ :- શ્વાસ સંબંધિત તકલીફ પડી શકે, કાર્યક્ષેત્રમાં બેચેની અનુભવશો, અંગત જીવન શાંતિ અનુભવાય, સંતાન સાથે સમય પસાર કરશો.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment