Rashi fal 27/8/19

શ્રાવણ વદ બારસ ( 26:36 ) *અજા એકાદશી*
27/08/2019
ચંદ્રરાશિ :- મિથુન ( 19:42 )
નક્ષત્ર :- પુનર્વસુ ( 25:13 )
યોગ :- સિદ્ધિ ( 09:26 ), વ્યતિપાત ( 30:10 )
કરણ :- કૌલવ ( 15:28 )

મેષ રાશિ :- કાર્યમાં રુકાવટ આવે, નકારાત્મક વિચારોને કારણે ધ્યાન ન આપી શકો, મકાન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ આવી શકે.

વૃષભ રાશિ :- માતા પિતા જોડે સારું રહેશે, માનસિક તણાવ અનુભવશો, બિમાર થવાની શક્યતા રહે, ભાઈભાંડુ નો સાથ મળશે.

મિથુન રાશિ :- માનસિક અશાંતિને કારણે કાર્યમાં સફળતા ન મળે, ભાઈભાંડુ જોડે રહેવાનું થાય, અચાનક દ્રવ્ય પ્રાપ્તિ થાય.

કર્ક રાશિ :- ધનલાભ થાય, વાણી માં સંયમ રાખવો, બહાર જવાનું થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ :- ભાગ્ય નો સાથ મળતો રહેશે, વૈવાહિક જીવન સુખમય બનશે, માતા જોડે સારું રહેશે.

કન્યા રાશિ :- ક્રોધ પર કાબૂ રાખવો, આંખ સંબંધીત તકલીફ પડી શકે, મિત્રો સાથે બહાર જવાનું થાય, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે.

તુલા રાશિ :- મિત્રો નો સાથ મળશે, ધનલાભ થાય, હાથનો દુખાવો થાય, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ક્રોધ પર કાબૂ રાખવો હિતાવહ છે, ચિંતિત રહેશો, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ :- શરીર માં અશક્તિ આવી શકે, બોલવા માં ધ્યાન રાખવું, શુભાશુભ દિવસ રહેશે.

મકર રાશિ :- ભાગ્ય નો સાથ મળશે, ધનલાભ થાય, પગ સંબંધીત બિમારી પડી શકે, ખાનપાનમાં ધ્યાન રાખવું.

કુંભ રાશિ :- પેટને લગતી બીમારી થાય, ક્રોધ પર કાબૂ રાખવો હિતાવહ છે, કાર્યમાં સફળતા મળશે.

મીન રાશિ :- મનની વ્યગ્રતા વધશે, ચિંતા ને કારણે કાર્યમાં રૂચિ ન રહે, ધનખર્ચ થાય, ધાર્મિક યાત્રા કરશો, સામાન્ય દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments