Rashi fal 25/8/19

શ્રાવણ વદ નોમ ( 08:11 ), દશમ
25/08/2019
ચંદ્રરાશિ :- વૃષભ ( 16:13 ), મિથુન
નક્ષત્ર :- મૃગશીર્ષ ( 28:00 ), આર્દ્રા
યોગ :- હર્ષણ ( 14:17 ), વજ્ર
કરણ :- વણિજ ( 19:43 )

મેષ રાશિ :- ધનલાભ થાય, મધ્યાહ્ન બાદ નકારાત્મક વિચારોને કારણે ક્રોધ વધશે, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય રહેશે.

વૃષભ રાશિ :- માતા પિતા જોડે સારો વ્યવહાર કરશો, લાભ પ્રાપ્ત થશે, મધ્યાહ્ન બાદ વ્યગ્રતા અનુભવશો, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ :- વિચારો ને કારણે આપ સફળતા પ્રાપ્ત નહીં કરી શકો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાઈભાંડુ જોડે શાંતિથી વાત કરવી.

કર્ક રાશિ :- નાની નાની વાતોમાં ચિડીયાપણું આવશે, માનસિક તણાવ રહે, કપડાંની ખરીદીમાં ધનખર્ચ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ :- મધ્યાહ્ન બાદ ચિંતિત અવસ્થા રહેશે, સ્વાસ્થ્યમાં અસર દેખાશે, ક્રોધ પર કાબૂ રાખવો, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ :- મન નકારાત્મક વિચારોને કારણે વ્યગ્ર રહેશે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, માતા પિતા જોડે અણબનાવ બને.

તુલા રાશિ :- યાત્રા પ્રવાસ કરશો, ધનખર્ચ થાય, મિત્રો સાથે શાંતિથી વાત કરવી, ભાગ્ય નો સાથ મળશે.

વૃશ્ચિક રાશિ :- કામમાં સફળતા પ્રાપ્ત થશે, મન બેચેન તેમજ ધનખર્ચ કરશો, ધાર્મિકતાનો અભાવ રહેશે.

ધન રાશિ :- મધ્યાહ્ન બાદ ચિંતિત રહેશો, નકારાત્મકતા વિચારોને દૂર કરવા, ધાર્મિક કાર્યો કરશો, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ :- ધનખર્ચ કરશો, આંખ સંબંધીત તકલીફ પડી શકે, વ્યર્થ ચિંતા કરશો, સામાન્ય દિવસ રહેશે.

કુંભ રાશિ :- સંતાનની ચિંતા રહેશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, પિતા જોડે સારો વ્યવહાર કરશો, સામાન્ય દિવસ રહેશે.

મીન રાશિ :- મધ્યાહ્ન બાદ ચિંતિત રહેશો, તમે આપેલું વચન નિભાવશો, ધનખર્ચ યા આંખ સંબંધીત તકલીફ પડી શકે, ક્રોધ પર કાબૂ રાખવો.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments