Rashi fal 10/8/19
શ્રાવણ સુદ દશમ ( 10:09 ) એકાદશી
10/08/2019
ચંદ્રરાશિ :- વૃશ્ચિક ( 23:06 ), ધન
નક્ષત્ર :- જ્યેષ્ઠા ( 23:06 ), મૂળ
યોગ :- ઐન્દ્ર ( 10:44 ), વૈધૃતિ
કરણ :- વણિજ ( 22:27 )
મેષ રાશિ :- ધનલાભ થશે, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય, નકારાત્મક વિચારો આવે, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ :- કાર્યમાં ઉત્તરોત્તર પ્રગતિ થશે, બિમાર વ્યક્તિની બિમારી દૂર થશે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં સફળતા ન મળે, ધનખર્ચ થાય, નાની મુસાફરી થશે, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ :- વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે, આપના કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ :- માતા જોડે સારું બને, જમીન મકાન સંબંધીત પ્રશ્નોનો નિરાકરણ થાય, વાયુ રોગ સંભવે.
કન્યા રાશિ :- ભાઈભાંડુ સાથે સારું વર્તન રહેશે, કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહેશે.
તુલા રાશિ :- ધનલાભ થાય, મિત્રો સાથે બહાર ફરવા જવાનું થાય, દૂરની યાત્રા કરશો.
વૃશ્ચિક રાશિ :- ધનલાભ થાય, બિમારીમાંથી મુક્ત થશો, કાર્ય ચીવટ પૂર્વક કરશો, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ :- ધાર્મિક કાર્ય કરશો, કાર્યમાં વેગ મળશે, પ્રયત્ન દ્વારા આગળ વધશો, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ :- મિત્રો સાથે બહાર જવાનું થાય, ધનલાભ થાય, બિમાર થવાની શક્યતા રહે, સામાન્ય દિવસ રહેશે.
કુંભ રાશિ :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મિત્રોથી સાવધ રહેવું, અંગત જીવનમાં ઉતાર ચઢાવ આવશે, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ :- ધનલાભ થાય, માનસિક તણાવ અનુભવાય, માતા પિતા જોડે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment