Rashi fal 26/8/19

શ્રાવણ વદ દશમ ( 07:03 ) અગિયારસ
26/08/2019
ચંદ્રરાશિ :- મિથુન
નક્ષત્ર :- આર્દ્રા ( 26:56 ), પુનર્વસુ
યોગ :- વજ્ર ( 12:10 ), સિદ્ધિ
કરણ :- બવ ( 18:12 )
*સૂર્યોદય સવારે 06:32 તેમજ તે સમયે દશમ હોવાથી એકાદશી નો ક્ષય રહેશે, મંગળવારે એકાદશી કરવી.*
બુધ સિંહ રાશિમાં 14:08 થી,

મેષ રાશિ :- યાત્રા પ્રવાસ થાય, પરાક્રમમાં સફળતા પ્રાપ્ત થશે, નકારાત્મક વિચારોને દૂર કરવા, માતા જોડે વધુ સમય પસાર કરશો, સામાન્ય દિવસ રહેશે.

વૃષભ રાશિ :- ધનખર્ચ થાય, ભાઈભાંડુ નો સાથ મળશે, ક્રોધ પર કાબૂ રાખવો, વ્યગ્રતા અનુભવશો.

મિથુન રાશિ :- વિચારો ને કારણે આપની લાગણીને ઠેસ પહોંચી શકે, ચિંતિત રહેશો, ધનલાભ થશે, ભાઈભાંડુ નો સાથ મળશે.

કર્ક રાશિ :- ભાગ્ય નો સાથ મળશે, કાર્યમાં સફળતા મળશે, ટૂંકી યાત્રા થાય, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ :- સુખમય જીવન પસાર કરશો, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય રહેશે, ધનનો અટકાવ આવે, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ :- કોઈ પર વિશ્વાસ કરવો નહીં, લાગણીઓ પર નિયંત્રણ રાખવું, મન બેચેન રહેશે.

તુલા રાશિ :- ધાર્મિકતા માં અભાવ આવે, ક્રોધી સ્વભાવ બનશે, પિતાનો સહકાર મળે.

વૃશ્ચિક રાશિ :- ધાર્મિક સ્થળ પર અથવા ધાર્મિક કાર્યો કરશો, ધનખર્ચ થાય, શરીરમાં અશક્તિ આવે.

ધન રાશિ :- નકારાત્મક ચિંતા ને કારણે કાર્યમાં સફળતા ન મળી શકે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધાર્મિકતા વધશે.

મકર રાશિ :- ધનખર્ચ થાય, ભાગ્યનો સાથ મળશે, મિત્રો સાથે બહાર જવાનું થાય, આંખ સંબંધીત તકલીફ પડી શકે.

કુંભ રાશિ :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય છે, ક્રોધ પર કાબૂ રાખવો, કાર્યમાં સફળતા મળશે, પેટની તકલીફ પડી શકે.

મીન રાશિ :- ખાનપાનમાં ધ્યાન રાખવું, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે, યાત્રા પ્રવાસ થાય, માતા જોડે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments