Rashi fal 19/8/19

શ્રાવણ વદ ચોથ ( 27:30 ) પાંચમ
19/08/2019
ચંદ્રરાશિ :- મીન
નક્ષત્ર :- ઉત્તરાભાદ્રપદ ( 19:48 ), રેવતી
યોગ :- ધૃતિ ( 15:43 ), શૂલ
કરણ :- બવ ( 14:24 )

મેષ રાશિ :- નકારાત્મક શૈલીને કારણે કામમાં ધ્યાન ન આપી શકાય, ધનલાભ થશે, ભાઈભાંડુ જોડે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું હિતાવહ છે.

વૃષભ રાશિ :- ધનખર્ચ થાય, બિમાર પડવાની સંભાવના રહે, માતા જોડે વધારે બને, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ :- ભાગ્યોદય માં અડચણ ઉભી થાય, ભાઈભાંડુ જોડે સારું રહેશે, બિમાર પડવાની સંભાવના છે.

કર્ક રાશિ :- દૂરની યાત્રા પ્રવાસ કરશો, વિદ્યાર્થીઓ માટે સમય સારો છે, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ :- ગૃહસ્થ જીવનમાં સમય સારો પસાર કરશો, વિદ્યા પ્રાપ્તિમાં અડચણ ઉભી થાય, નકારાત્મકતા વધે.

કન્યા રાશિ :- કોઈ પર જલ્દી વિશ્વાસ ન કરવો, પરાક્રમમાં સફળતા પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ :- અચાનક ધનલાભ થશે, યાત્રા પ્રવાસ થાય, મિત્રો જોડે સારો સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ :- ધારેલ કાર્યમાં સફળતા મળશે, ધન પ્રાપ્તિમાં અટકાવ આવે, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થશે.

ધન રાશિ :- ભાગ્યોદય માં અડચણ ઉભી થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું હિતાવહ છે, બહાર જવાનું થાય.

મકર રાશિ :- ધનલાભ થશે, ભાગ્ય નો સાથ પ્રાપ્ત થશે, ક્રોધ પર કાબૂ રાખવો.

કુંભ રાશિ :- ધન પ્રાપ્તિમાં વિલંબ થાય, કારકિર્દી ક્ષેત્રમાં પ્રગતિ થશે, વૈવાહિક જીવન સુખમય રહેશે.

મીન રાશિ :- ભાગ્ય નો સાથ મળશે, સરકાર તરફથી લાભ પ્રાપ્ત થાય, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments