Rashi Fal 29/7/19

અષાઢ વદ બારસ ( 17:09 )
29/07/2019
ચંદ્રરાશિ :- વૃષભ ( 06:55 ), મિથુન
નક્ષત્ર :- મૃગશીર્ષ ( 18:22 ), આર્દ્રા
યોગ :- વ્યતિપાત ( 25:46 ), હર્ષણ
કરણ :- તૈતિલ ( 17:09 ), ગર‌ ( 28:05 )
સૂર્યોદય થી 18:22 સુધી અમૃતસિદ્ધિ યોગ છે.

મેષ રાશિ :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં વિલંબ થાય, યાત્રા પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ બને.

વૃષભ રાશિ :- ધનખર્ચ થાય, આંખ સંબંધીત તકલીફ પડી શકે, પરાક્રમ દ્વારા આગળ વધશો.

મિથુન રાશિ :- કાર્યમાં સફળતા ન મળે, અથાગ પ્રયત્નો કર્યા બાદ સફળતા મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું.

કર્ક રાશિ :- ધનખર્ચ થાય, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં વિલંબ થાય, ક્રોધ પર કાબૂ રાખવો, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ :- મિત્રો સાથે અણબનાવ બને, ગેસ-વાયુ જેવી તકલીફ થાય, કાર્યમાં સફળતા ન મળે.

કન્યા રાશિ :- વિચારોના વમળમાં ફસાવાના કારણે બેધ્યાન રહેશો, મિત્રો નો સાથ પ્રાપ્ત થાય.

તુલા રાશિ :- પગની તકલીફ‌ પડી શકે, ધાર્મિકતા માં અભાવ, નાની મુસાફરી થાય.

વૃશ્ચિક રાશિ :- ધનખર્ચ થાય, ધાર્મિકતા વધે, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ :- વિચારો પર કાબૂ રાખવો, શુભાશુભ દિવસ રહેશે.

મકર રાશિ :- પેટની તકલીફ પડી શકે, કાર્યમાં સફળતા મળશે, યાત્રા પ્રવાસ થાય.

કુંભ રાશિ :- પેટ ના વિકારોને કારણે કાર્યમાં ધ્યાન ન રહે, મિત્રોની સલાહ થી દુર રહેવું.

મીન રાશિ :- ચિંતાગ્રસ્ત રહેશો, કાર્યમાં અટકાવ આવે, ક્રોધ પર કાબૂ રાખવો, સામાન્ય દિવસ રહેશે.

આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments