Rashi Fal 23/7/19
અષાઢ વદ છઠ્ઠ ( 16:17 )
23/07/2019
ચંદ્રરાશિ :- મીન
નક્ષત્ર :- ઉત્તરા ભાદ્રપદ ( 13:14 ), રેવતી
યોગ :- અતિગંડ ( 08:10 ), સુકર્મા
કરણ :- વણિજ ( 16:18 ), ભદ્રા ( 29:16 )
શુક્ર 12:50 થી કર્ક રાશિમાં પ્રવેશ કરશે.
મેષ રાશિ :- ધાર્મિકતામાં અભાવ જોવા મળે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં મન ન લાગે, મધ્યાહ્ન પછી શુભ ફળ પ્રાપ્ત થશે.
વૃષભ રાશિ :- આંખ સંબંધીત તકલીફ પડી શકે, મિત્રો નો સહકાર પ્રાપ્ત થશે, ધનલાભ થાય, ધાર્મિકતા વધે.
મિથુન રાશિ :- કાર્યમાં અડચણો આવે, નોકરિયાત વર્ગને માટે સારો સમય છે, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ :- ધાર્મિક કાર્યો કરશો, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ દિવસ છે, યાત્રા પ્રવાસના યોગ જણાય છે, ક્રોધ પર કાબૂ રાખવો.
સિંહ રાશિ :- બિમારીમાંથી ધીમે ધીમે સ્વસ્થ થાશો, ધન સંબંધીત તકલીફ પડે, વાણી પર સંયમ રાખવો.
કન્યા રાશિ :- ઉત્તમ દિવસ રહેશે, મિત્રો સાથે મુલાકાત થાય, માતા જોડે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો.
તુલા રાશિ :- ધનલાભ થશે, પ્રવાસ થશે, ધાર્મિકતા માં અભાવ રહેશે, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ :- પરિશ્રમ દ્વારા પરિણામની પ્રાપ્તિ થાય, ધનખર્ચ થાય, ક્રોધ પર કાબૂ રાખવો.
ધન રાશિ :- માતા જોડે સારું રહે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ :- ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ધનલાભ થાય, બિમાર ન પડો તેની તકેદારી રાખવી.
કુંભ રાશિ :- ધનલાભ થશે, બિમારીમાંથી ધીમે ધીમે સ્વસ્થ થાશો, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ :- ઉત્તમ દિવસ રહેશે, ખાનપાનમાં સાવચેતી રાખવી, મધ્યાહ્ન પછી સંતાન તરફથી પ્રેમ પ્રાપ્ત થશે.
આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment