Rashi Fal 14/7/19

અષાઢ સુદ તેરસ ( 24:55 )
14/07/2019
ચંદ્રરાશિ :- વૃશ્ચિક ( 17:20 )
નક્ષત્ર :- જ્યેષ્ઠા ( 17:20 )
યોગ :- બ્રહ્મ ( 27:27 )
કરણ :- કૌલવ ( 12:39 )
*જયાપાર્વતી વ્રત પ્રારંભ*

મેષ રાશિ :- લાભકારી દિવસ રહેશે, ધાર્મિકતા માં અભાવ રહે, જમીન મકાન સંબંધીત પ્રશ્નોનો નિરાકરણ થાય, સામાન્ય દિવસ રહેશે.

વૃષભ રાશિ :- બિમાર થવાની સંભાવના રહે, ભાઈભાંડુ દ્વારા લાભ પ્રાપ્તિ થાય, શુભ ફળ પ્રાપ્તિ થશે.

મિથુન રાશિ :- કાર્યમાં સફળતા ન મળી શકે, રોકાયેલા નાણા પરત મળે, શુભાશુભ દિવસ જાણવો.

કર્ક રાશિ :- વિદ્યા સંબંધીત ક્ષેત્રમાં પ્રગતિ થાય, સંતાન તરફથી શુભ સમાચાર મળે, બિમારી લાંબી ચાલે - ધનવ્યય કરાવે, ક્રોધને કાબૂમાં રાખવો.

સિંહ રાશિ :- જમીન મકાન સંબંધીત ક્ષેત્રમાં લાભ પ્રાપ્ત થાય, યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને, મિત્રોનો સહકાર મળે.

કન્યા રાશિ :- ભાઈભાંડુ દ્વારા લાભ પ્રાપ્ત થાય, મન બેચેન રહે તેથી કાર્યમાં સફળતા ન મળે, ધાર્મિકતા વધે, નોકરિયાત વર્ગને માટે સામાન્ય દિવસ રહેશે.

તુલા રાશિ :- ધનલાભ થાય,  કારકિર્દી ક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ બને, પરિશ્રમ દ્વારા સફળતા મળશે.

વૃશ્ચિક રાશિ :- જીવનમાં નવો ઉત્સાહ - જોશ ઉમેરાય, ધનવ્યય થાય, શુભાશુભ દિવસ રહેશે.

ધન રાશિ :- મન નકારાત્મક વિચારો તરફ લઈ જાય તેથી શુભાશુભ ફળ મળશે, ધનખર્ચ થાય, ક્રોધ પર કાબૂ રાખવો.

મકર રાશિ :- ધનલાભ થાય, ભાગ્ય વૃદ્ધિ થાય, અટકાયેલા પૈસા છુટા થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું આવશ્યક છે, પેટને લગતી બીમારી થાય.

કુંભ રાશિ :- કાર્યક્ષેત્રમાં આગળ વધશો, શુભ ફળ પ્રાપ્ત થશે, પેટની તકલીફ વધતી જણાય, સામાન્ય દિવસ રહેશે.

મીન રાશિ :- ધાર્મિક કાર્યો થાય, ધનલાભ થાય, નાની મુસાફરી - યાત્રા કરશો, મન બેચેન રહે, કાર્યક્ષેત્રમાં અટકાવ આવે.

આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments