Rashi Fal 21/7/19
અષાઢ વદ ચોથ ( 11:49 )
21/07/2019
ચંદ્રરાશિ :- કુંભ ( 27:41 ), મીન
નક્ષત્ર :- શતભિષા ( 07:26 ), પૂર્વાભાદ્રપદ
યોગ :- સૌભાગ્ય ( 06:17 ), શોભન
કરણ :- કૌલવ ( 24:54 )
મેષ રાશિ :- નકારાત્મક વલણ ને કારણે લાભ ન થાય, ક્રોધ પર કાબૂ રાખવો હિતાવહ છે, નોકરિયાત વર્ગને માટે સારો સમય છે, યાત્રા પ્રવાસનું આયોજન થાય.
વૃષભ રાશિ :- વ્યાપારી ગણ માટે સામાન્ય દિવસ રહેશે, ખાન પાનમાં અથવા કપડામાં ધનખર્ચ થાય, રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય.
મિથુન રાશિ :- વૈવાહિક જીવનમાં નીરસતા આવે, આંખની તકલીફ વધે, ધનખર્ચ થાય, ધાર્મિકતા વધે.
કર્ક રાશિ :- નકારાત્મક વિચારોથી પ્રભાવિત ન થવું, લાગણીઓ પર કાબૂ ન રાખી શકો, વ્યર્થ ધનખર્ચ થાય, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ :- મિત્રો સાથે પ્રવાસ થાય, પેટની બીમારી રહે, આંખની તકલીફ પડી શકે, ધનલાભ થાય.
કન્યા રાશિ :- મિત્રો ને મળવાનું થાય, ચિંતા વધે, ક્રોધ પર કાબૂ રાખવો, સામાન્ય દિવસ રહેશે.
તુલા રાશિ :- ધનખર્ચ થાય, નવું કાર્ય આરંભ કરશો, નોકરિયાત વર્ગને માટે સારો દિવસ રહેશે, હાથની તકલીફ પડી શકે.
વૃશ્ચિક રાશિ :- ધનલાભ થાય, ચિંતા ને કારણે કાર્યમાં વિલંબ થાય, ધાર્મિકતા વધે.
ધન રાશિ :- જીવનમાં ઉથલપાથલ જોવા મળે, ધનખર્ચ થાય, ભાઈભાંડુ નો સહકાર મળે, સામાન્ય દિવસ વીતે.
મકર રાશિ :- ધનખર્ચ સંભવે, ક્રોધ પર કાબૂ રાખવો, મિત્રો નો સહકાર મળે, રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય.
કુંભ રાશિ :- પેટ નો દર્દ વધે, સંઘર્ષ દ્વારા કાર્યમાં સફળતા મળશે, મિત્રોની જામીનગીરી થી દુર રહેવું.
મીન રાશિ :- ધનવ્યય થાય, ક્રોધ પર કાબૂ રાખવો, પ્રવાસ થાય, ખાન પાનમાં ધ્યાન રાખવું હિતાવહ છે.
આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment