Rashi fal 6/9/19

ભાદ્રપદ શુક્લ આઠમ ( 20:43 ), નોમ 06/09/2019 ચંદ્રરાશિ :- વૃશ્ચિક ( 28:58 ), ધન નક્ષત્ર :- જ્યેષ્ઠા ( 28:58 ), મૂળ યોગ :- વિષ્કુમ્ભ ( 17:25 ), પ્રીતિ કરણ :- ભદ્રા ( 08:40 ), બવ મેષ રાશિ :- આકસ્મિક ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે અણબનાવ બની શકે, કપડાં વગેરેની ખરીદી કરશો, સામાન્ય દિવસ રહે. વૃષભ રાશિ :- ધનલાભ સાથે ભાગ્યનો સાથ મળશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખીને કાર્ય કરવું. મિથુન રાશિ :- શત્રુઓ પર વિજય મેળવશો, ધનખર્ચ થાય, ટૂંકી યાત્રા થાય, ક્રોધ પર કાબૂ મેળવવો, ભાઈભાંડુ સાથે અણબનાવ બની શકે. કર્ક રાશિ :- વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ દિવસ રહેશે, મિત્રો તરફથી લાભ મળે, કાર્યમાં સફળતા મળશે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, ધનખર્ચ થાય. સિંહ રાશિ :- જમીન મકાન સંબંધીત લાભ થાય, મિત્રો સાથે અણબનાવ બની શકે, કાર્યમાં સફળતા મળશે, ખાનપાનમાં ધ્યાન રાખવું. કન્યા રાશિ :- ભાઈભાંડુ નો પ્રેમ મળે, પરાક્રમ દ્વારા સફળતા પ્રાપ્ત થશે, માતા પિતા જોડે અણબનાવ બની શકે, હ્રદય સંબંધીત તકલીફ પડે. તુલા રાશિ :- આકસ્મિક ધનલાભ થાય, હાથ ની તકલીફ પડી શકે, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધાર્મિકતા માં અભાવ આવે. વૃશ્ચિક રાશિ :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળશે, અટકાયેલુ ધન પરત પ્રાપ્ત થશે, સ્વજન જોડે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો. ધન રાશિ :- ધનખર્ચ કરશો તેમજ ધાર્મિકતા માં અભાવ આવે, પગ સંબંધીત તકલીફ પડી શકે, પરાક્રમ દ્વારા સફળતા મળશે. મકર રાશિ :- મિત્રો નો સહકાર મળે, ઉન્નતિ કરશો, આંખ સંબંધીત તકલીફ પડે, આકસ્મિક ખર્ચ થાય, સામાન્ય દિવસ રહેશે. કુંભ રાશિ :- કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થાય, નોકરિયાત વર્ગને માટે શ્રેષ્ઠ દિવસ રહેશે, મિત્રો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું. મીન રાશિ :- કાર્યમાં અચાનક અડચણ ઊભી થાય, ઉન્નતિ થશે, ભાઈભાંડુ નો પ્રેમ મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહેશે. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments