Rashi fal 29/9/19
*प्रथमं शैलपुत्री च।।*
અશ્વિન શુક્લ એકમ ( 20:14 ), બીજ
29/09/2019
ચંદ્રરાશિ :- કન્યા ( 29:45 ), તુલા
નક્ષત્ર :- હસ્ત ( 19:07 ), ચિત્રા
યોગ :- બ્રહ્મ ( 16:08 ), ઐન્દ્ર
કરણ :- કિમ્સ્તુઘ્ન ( 10:03 ), બાલવ ( 30:29 )
*અમૃતસિદ્ધિ યોગ 19:07 સુધી,*
મેષ રાશિ :- શ્રેષ્ઠ ખાનપાન પ્રાપ્ત થાય, ક્રોધ પર કાબૂ મેળવવો, શત્રુ પર વિજય મેળવશો, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ :- વિદ્યાભ્યાસમાં અસફળતા પ્રાપ્ત થાય, ધનખર્ચ કરશો, વાહન શાંતિ પૂર્વક ચલાવવું, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો.
મિથુન રાશિ :- માતા સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, કાર્યમાં અટકાવ આવે, માતા જોડે સારું બને.
કર્ક રાશિ :- યાત્રા પ્રવાસના યોગ છે, ધનખર્ચ કરશો, વિદ્યાભ્યાસમાં સફળતા પ્રાપ્ત થશે, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ :- આંખ સંબંધીત તકલીફ પડી શકે, ધનખર્ચ કરશો, સંતાન સાથે અણબનાવ બને, મિત્રો સાથે બહાર જવાનું થાય,
કન્યા રાશિ :- ભાગ્યની વૃદ્ધિ થાય, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ધાર્મિકતા વધશે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ :- ધનખર્ચ કરશો, પ્રવાસ યોગ છે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, ધાર્મિકતા માં અભાવ આવે, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો.
વૃશ્ચિક રાશિ :- ધનખર્ચ કરશો, મિત્રોનો સાથ મળશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વાહન શાંતિથી ચલાવવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું.
ધન રાશિ :- કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે, ધનલાભ થાય, ધાર્મિક કાર્યો કરશો, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ :- ધાર્મિકતા વધશે, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે, ભાગ્યોદય થશે, ધનખર્ચ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું.
કુંભ રાશિ :- આંખ સંબંધીત તકલીફ પડી શકે, વાહન શાંતિ પૂર્વક ચલાવવું, ધનખર્ચ કરશો, અંગત સ્નેહી વ્યક્તિ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું.
મીન રાશિ :- ભાગ્યોદય થશે, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ધાર્મિક કાર્યો કરશો, સરકારી કામકાજમાં સાનુકૂળતા રહેશે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment