Rashi fal 10/9/19

*વામન જયંતી* ભાદ્રપદ શુક્લ બારસ ( 26:43 ) તેરસ 10/09/2019 ચંદ્રરાશિ :- મકર નક્ષત્ર :- ઉત્તરાષાઢા ( 11:09 ), શ્રવણ યોગ :- શોભન ( 17:45 ), અતિગંડ કરણ :- બવ ( 13:35 ), બાલવ બુધ કન્યા રાશિમાં 29:00 થી, મેષ રાશિ :- ભાઈભાંડુ જોડે તકરાર નિવારણ થાય તેવો વ્યવહાર કરવો, કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે. વૃષભ રાશિ :- ધાર્મિક કાર્યો કરશો, કલાત્મક વિચારો દ્વારા કાર્યમાં સફળતા મળશે, ધનખર્ચ થાય, ભાઈભાંડુ જોડે સારું બને. મિથુન રાશિ :- નકારાત્મક વિચારોની અસર રહેશે, માતાનો પ્રેમ પ્રાપ્ત થશે, તમારા કાર્યને સિદ્ધિ પ્રાપ્ત ન થાય, શુભાશુભ દિવસ રહેશે. કર્ક રાશિ :- મન ચિંતાગ્રસ્ત રહેશે, પેટ ની તકલીફ વધી શકે, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય રહેશે, ક્રોધ પર કાબૂ મેળવવો. સિંહ રાશિ :- નકારાત્મક વિચારો ને કારણે કાર્યમાં અસફળતા મળે, મિત્રોથી સાવધ રહેવું, અંગત જીવનમાં તકલીફ વધી શકે. કન્યા રાશિ :- મિત્રો નો સહકાર મળે, વિદ્યાર્જન માટે શ્રેષ્ઠ સમય છે, કાર્યમાં ઉન્નતિ થાય, ધાર્મિકતા વધે. તુલા રાશિ :- ધન સંબંધીત ચિંતા ઓછી થાય, મિત્રો સાથે વ્યવહાર શાંતિ પૂર્વક કરવો, બહાર જવાનું થાય. વૃશ્ચિક રાશિ :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનખર્ચ થાય, મિત્રો નો સહકાર મળે, ભાઈભાંડુ જોડે સારું બને. ધન રાશિ :- કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ધાર્મિક કાર્યો કરશો, વિચારો પર કાબૂ મેળવવો, વિઘ્નો દૂર થશે. મકર રાશિ :- યાત્રા પ્રવાસનું આયોજન થાય, ધનખર્ચ કરશો, મિત્રો તરફથી લાભ થશે, ધાર્મિક કાર્યો કરશો, આંખ સંબંધીત બિમારી થઈ શકે. કુંભ રાશિ :- મિત્રોથી સાવધ રહેવું, ધાર્મિકતા વધે, વસ્ત્ર લાભ થાય, અંગત જીવનમાં તકલીફ સર્જાય, સંતાન સાથે અણબનાવ બને. મીન રાશિ :- મોજશોખમાં ધનખર્ચ કરશો, સરકાર તરફથી લાભ થશે, ક્રોધ પર કાબૂ મેળવવો, ભાઈભાંડુ નો સહકાર મળે. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments