Rashi Fal 16/9/19

ભાદ્રપદ કૃષ્ણ બીજ ( 14:36 ), ત્રીજ 16/09/2019 ચંદ્રરાશિ :- મીન ( 28:22 ), મેષ નક્ષત્ર :- રેવતી ( 28:22 ), અશ્વિની યોગ :- વૃદ્ધિ ( 22:53 ), ધ્રુવ કરણ :- વણિજ ( 27:36 ), ભદ્રા મેષ રાશિ :- ધનખર્ચ કરશો, પરાક્રમ દ્વારા સફળતા પ્રાપ્ત થશે, ક્રોધ પર કાબૂ મેળવવો, ખાનપાનમાં ધ્યાન રાખવું. વૃષભ રાશિ :- ધનલાભ થશે, નોકરિયાત વર્ગને માટે ઉત્તમ દિવસ રહેશે, મિત્રો સાથે મુલાકાત થઈ શકશે, સામાન્ય દિવસ રહેશે. મિથુન રાશિ :- કાર્યમાં સફળતા મળશે, નોકરિયાત વર્ગને માટે શ્રેષ્ઠ સમય છે, માતા-પિતાનો પ્રેમ મળે, ભાગ્યનો સાથ મળશે. કર્ક રાશિ :- ધાર્મિક કાર્યો કરશો, ભાગ્યનો સાથ મળશે, ધનખર્ચ કરશો, બિમાર થવાની શક્યતા વધુ રહે, સામાન્ય દિવસ રહેશે. સિંહ રાશિ :- સરળતાથી સફળતા પ્રાપ્ત થશે, પાણી જેવા પ્રદેશોથી દુર રહેવું, આકસ્મિક ધનલાભ થશે, પેટને લગતી બીમારી રહે. કન્યા રાશિ :- ધનખર્ચ કરશો, મહેનત દ્વારા સફળતા પ્રાપ્ત થશે, પ્રોજેક્ટમાં ( વ્યાપારી વર્ગ ) ધારી સફળતા ન મળી શકે, સામાન્ય દિવસ રહેશે. તુલા રાશિ :- ક્રોધ પર સંયમ રાખવો, નકારાત્મક વિચારોની અસર રહેશે, મિત્રો સાથે મુલાકાત થઈ શકશે, મનગમતી વસ્તુ પ્રાપ્ત કરવામાં ધનખર્ચ કરશો. વૃશ્ચિક રાશિ :- ભાગ્યનો સાથ મળશે, ધનલાભ થશે, નોકરિયાત વર્ગને માટે શ્રેષ્ઠ સમય છે, આંખ સંબંધીત બિમારી થાય. ધન રાશિ :- માતા પિતાનો પ્રેમ-સહકાર પ્રાપ્ત થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું જોઈશે, આધ્યાત્મિકતા વધે, કાર્યમાં અટકાવ આવે. મકર રાશિ :- ભાગ્યોદય થાય, સરળતાથી કાર્યમાં સફળતા મળશે, બિમાર થવાની શક્યતા વધુ રહે, મિત્રોનો સાથ મળશે. કુંભ રાશિ :- ક્રોધ પર સંયમ રાખવો જોઈશે, ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળશે, ખાનપાનમાં ધ્યાન રાખવું. મીન રાશિ :- ભાગ્યોદય થશે, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, લાભ પ્રાપ્તિ થશે, ધાર્મિક કાર્યો કરશો, કોઈ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments