Rashi fal 5/9/19
ભાદ્રપદ શુક્લ સાતમ ( 20:50 ), આઠમ
05/09/2019
ચંદ્રરાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- અનુરાધા ( 28:09 ), જ્યેષ્ઠા
યોગ :- વૈધૃતિ ( 18:38 ), વિષ્કુમ્ભ
કરણ :- ગર ( 09:11 )
મેષ રાશિ :- આકસ્મિક ધનલાભ થશે, દૂર ની યાત્રા પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ બની શકે, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ :- ધનલાભ સાથે ભાગ્યનો સાથ મળશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, માતા જોડે અણબનાવ બને, પિતા નો પ્રેમ મળે.
મિથુન રાશિ :- શત્રુઓ પર વિજય મેળવશો, ધનખર્ચ થાય, ટૂંકી યાત્રા થાય, ક્રોધ પર કાબૂ મેળવવો.
કર્ક રાશિ :- વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ દિવસ રહેશે, મિત્રો તરફથી લાભ મળે, કાર્યમાં સફળતા મળશે.
સિંહ રાશિ :- માતા નો પ્રેમ મળે, વાહન સંબંધીત લાભ પ્રાપ્ત થાય, કાર્યમાં સફળતા મળશે, ખાનપાનમાં ધ્યાન રાખવું.
કન્યા રાશિ :- ભાઈભાંડુ નો પ્રેમ મળે, પરાક્રમ દ્વારા સફળતા પ્રાપ્ત થશે, નોકરિયાત વર્ગને માટે સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ :- આકસ્મિક ધનલાભ થાય, હાથ ની તકલીફ પડી શકે, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પ્રવાસ કરશો.
વૃશ્ચિક રાશિ :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળશે, નોકરિયાત વર્ગને માટે સામાન્ય દિવસ રહે, આંખ સંબંધીત તકલીફ પડી શકે.
ધન રાશિ :- ધનખર્ચ કરશો તેમજ ધાર્મિકતા માં અભાવ આવે, નકારાત્મક શૈલી વધે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો.
મકર રાશિ :- ધનલાભ થાય, મિત્રો નો સહકાર મળે, ઉન્નતિ કરશો, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ દિવસ રહે, આંખ સંબંધીત તકલીફ પડી શકે.
કુંભ રાશિ :- કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થાય, નોકરિયાત વર્ગને માટે શ્રેષ્ઠ દિવસ રહેશે, પેટને લગતી બીમારી થાય.
મીન રાશિ :- કાર્યમાં સફળતા મળશે, ઉન્નતિ થશે, ટૂંકી યાત્રા પ્રવાસ થાય, ભાઈભાંડુ નો પ્રેમ મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment