Rashi fal 23/9/19
*નોમનું શ્રાદ્ધ* અવિધવા નવમી
ભાદ્રપદ કૃષ્ણ નોમ ( 18:37 )
23/09/2019
ચંદ્રરાશિ :- મિથુન ( 28:49 )
નક્ષત્ર :- આર્દ્રા ( 11:29 ), પુનર્વસુ
યોગ :- વરીયાન ( 18:20 ), પરિઘ
કરણ :- તૈતિલ ( 07:19 ), ગર
મેષ રાશિ :- નકારાત્મક વિચારો વધે, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ભાઈભાંડુ જોડે અણબનાવ બને, ખાનપાનમાં ધ્યાન રાખવું.
વૃષભ રાશિ :- નકારાત્મક વિચારોની અસર રહે, ધનખર્ચ થાય, બિમાર થવાની શક્યતા રહે, વિદ્યાર્થીઓ માટે સારો સમય છે.
મિથુન રાશિ :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અસફળતા મળે, ગૃહસ્થ જીવનમાં અણબનાવ બની શકે, ખાનપાનમાં ધ્યાન રાખવું.
કર્ક રાશિ :- પ્રવાસ કરશો, નકારાત્મકતા વધે, ધનખર્ચ થાય, ધાર્મિક કાર્ય કરશો, બિમાર ન થાઓ તેનું ધ્યાન રાખવું.
સિંહ રાશિ :- નકારાત્મકતા ને કારણે કાર્યક્ષેત્રમાં આગળ ન વધી શકો, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધનખર્ચ થાય.
કન્યા રાશિ :- કાર્યક્ષેત્રમાં સફળતા ન મળી શકે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં વિલંબ થાય, ભાઈભાંડુ સાથે સારું બને.
તુલા રાશિ :- પરાક્રમ દ્વારા લાભ મળે, કોઈ જોડે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, આંખ સંબંધીત તકલીફ પડી શકે, ધાર્મિકતા માં અભાવ આવે.
વૃશ્ચિક રાશિ :- બિમાર થવાની શક્યતા વધારે રહે, ધનખર્ચ થાય, મિત્રો સાથે બહાર જવાનું થાય, ક્રોધ પર કાબૂ મેળવવો.
ધન રાશિ :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અસફળતા મળે, કાર્યક્ષેત્રમાં સંઘર્ષ કરશો, બિમાર ન થાઓ તેની તકેદારી રાખવી.
મકર રાશિ :- બિમાર થવાની સંભાવના રહે, પેટ સંબંધીત બિમારી થાય, ધનખર્ચ થાય, કાર્યક્ષેત્રમાં આગળ વધશો, ક્રોધ પર કાબૂ રાખવો.
કુંભ રાશિ :- પેટને લગતી બીમારી થાય, સંતાન સાથે અણબનાવ બની શકે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મન વ્યગ્ર રહે.
મીન રાશિ :- ધાર્મિક કાર્યો કરશો, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અસફળતા મળે, કાર્યક્ષેત્રમાં સંઘર્ષ કરવો પડશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment