Rashi fal 25/9/19

*એકાદશી અને બારસ નું શ્રાદ્ધ* ભાદ્રપદ કૃષ્ણ અગિયારસ ( 14:09 ), બારસ 25/09/2019 ચંદ્રરાશિ :- કર્ક નક્ષત્ર :- પુષ્ય ( 08:53 ), આશ્લેષા યોગ :- શિવ ( 12:31 ), સાધ્ય કરણ :- કૌલવ ( 24:40 ), તૈતિલ *મંગલ કન્યા રાશિમાં 06:32 થી* મેષ રાશિ :- ધનલાભ થશે, માતા પિતાનો પ્રેમ પ્રાપ્ત થશે, મકાન સંબંધીત તકલીફ દૂર થાય, મોજશોખની ચીજ વસ્તુઓ લેશો. વૃષભ રાશિ :- ભાઈભાંડુ સાથે સારું ફાવશે, ભાગ્યનો સાથ મળશે, અટકાયેલા કાર્યો પુનઃ શરૂ થશે, વિદ્યાભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું. મિથુન રાશિ :- ધનલાભ થશે, અટકાયેલા કાર્યો પુનઃ શરૂ કરી શકશો, માતા પિતા જોડે સારું રહેશે, નોકરિયાત વર્ગને માટે શ્રેષ્ઠ સમય રહેશે. કર્ક રાશિ :- ભાગ્ય મજબૂત બનશે, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે, પ્રવાસ કરશો, પરાક્રમ દ્વારા લાભ પ્રાપ્ત થશે, નવું કાર્ય પ્રારંભ કરશો. સિંહ રાશિ :- આકસ્મિક ધનલાભ થશે, નકારાત્મક વિચારોની અસર રહેશે, કાર્યમાં અસફળતા મળે, ક્રોધ પર અંકુશ રાખવો. કન્યા રાશિ :- મિત્રોનો સાથ મળશે, લાભ પ્રાપ્ત થશે, કાર્યક્ષેત્રમાં સંઘર્ષ કરવો પડશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય છે. તુલા રાશિ :- કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે, આકસ્મિક ધનખર્ચ કરશો, પ્રવાસ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું. વૃશ્ચિક રાશિ :- ભાગ્ય મજબૂત બનશે, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે, કાર્યક્ષેત્રમાં સફળતા મળે, મિત્રો સાથે બહાર જવાનું થાય. ધન રાશિ :- પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રમાં આગળ વધશો, ધાર્મિક કાર્યો કરશો, ક્રોધ પર કાબૂ મેળવવો, શુભાશુભ દિવસ રહેશે. મકર રાશિ :- ધનલાભ થશે, મિત્રોનો સાથ મળશે, અટકાયેલા કાર્યો પુનઃ શરૂ કરી શકશો, ધાર્મિકતા વધશે, બહાર જવાનું થશે. કુંભ રાશિ :- કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું તેમજ વાહન ધીમે ચલાવવું. મીન રાશિ :- વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે, ભાગ્યનો સાથ મળશે, કાર્યમાં સફળતા મળશે, મોજશોખની ચીજ વસ્તુઓમાં ધનખર્ચ કરશો. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments