Rashi fal 08/04/2020

ચૈત્ર શુક્લ પૂનમ ( 08:05 ), વદ એકમ ( ક્ષય તિથિ )
08/04/2020
ચંદ્રરાશિ :- કન્યા ( 16:33 ), તુલા
નક્ષત્ર :- હસ્ત ( 06:07), ચિત્રા ( 27:03 ) 
યોગ :- વ્યાઘાત ( 14:11 ), હર્ષણ
કરણ :- બવ ( 08:05 ), બાલવ ( 18:06 ), કૌલવ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, સાયં બાદ લાભ પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, ધનલાભ થશે, સાયં બાદ મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- માતા પિતાનો સ્નેહ પ્રાપ્ત થાય, અટકાયેલા કાર્ય શરૂ થાય, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, પરાક્રમમાં સફળતા મળશે, ધાર્મિકતા વધે, માતા-પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- સુખની પ્રાપ્તિ થાય, ધનખર્ચ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, અટકાયેલા કાર્ય શરૂ કરી શકશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, ધનલાભ થશે, મધ્યમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યમાં સફળતા મળશે, મિત્રોનો સાથ મળે, લાભ પ્રાપ્તિ થાય, સારું બાદ મધ્યમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યમાં સફળતા મળશે, માતા પિતા સાથે સમય પસાર કરશો, સુખની પ્રાપ્તિ થાય, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધાર્મિકતા વધે, ધનલાભ થશે, પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધનખર્ચ થશે, પેટ યા આંખ સંબંધિત તકલીફ પડી શકે, સાયં બાદ લાભ થાય, મધ્યમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- અટકાયેલા કાર્ય શરૂ કરી શકશો, લાભ પ્રાપ્તિ થાય, સાયં બાદ નકારાત્મક વિચારો આવે,  મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments