Rashi fal 01/04/2020

ચૈત્ર શુક્લ આઠમ ( 27:40 ), નોમ
01/04/2020
ચંદ્રરાશિ :- મિથુન 
નક્ષત્ર :- આર્દ્રા ( 19:29 ), પુનર્વસુ
યોગ :- શોભન ( 16:55 ), અતિગંડ
કરણ :- ભદ્રા ( 15:51 ), બવ ( 27:40 ) 
*દુર્ગાષ્ટમી*
મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારોની અસર રહેશે, હાથમાં સામાન્ય પીડા અનુભવાય, ધાર્મિકતા માં અભાવ આવે, સામાન્ય દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આંખ સંબંધિત પીડા થઈ શકે, કુટુંબ માં ક્લેશ ન થાય તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, માનસિક વ્યગ્રતા રહે, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- આંખ સંબંધિત તકલીફ પડી શકે, પગમાં દુખાવો થાય, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- પેટ સંબંધિત તકલીફ પડી શકે, સંતાન સાથે મતભેદ થાય, પરિશ્રમ કરશો, મધ્યમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક ચિંતાને કારણે કાર્યમાં નિષ્ફળતા મળે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધાર્મિકતા માં અભાવ આવે, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, પ્રવાસ થાય, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મસ્તક સંબંધિત પીડા થાય, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નકારાત્મક વિચારોની અસર રહેશે, ભાગ્યનો સાથ ન મળે, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નકારાત્મકતા દૂર કરવી, ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ સંતાન સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કુટુંબ સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments