Rashi fal 08/02/2020

મહા સુદ ચૌદશ ( 16:02 ), પૂનમ
08/02/2020
ચંદ્રરાશિ :- કર્ક
નક્ષત્ર :- પુષ્ય ( 22:05 ), આશ્લેષા
યોગ :- આયુષ્માન ( 19:10 ) સૌભાગ્ય
કરણ :- વણિજ ( 16:02 ), ભદ્રા

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- માતા-પિતા સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, નોકરિયાત વર્ગને પરેશાની રહે,  સામાન્ય દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પરાક્રમમાં સફળતા પ્રાપ્ત થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ બની શકે, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, કુટુંબ સાથે મતભેદ થાય, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, આત્મવિશ્વાસમાં કમી થાય, કાર્યમાં સફળતા ન મળી શકે, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધનલાભ થશે, ખાનપાનમાં યોગ્યતા રાખવી, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- કાર્યમાં અડચણો આવી શકે, માતા-પિતા સાથે અણબનાવ બની શકે, સંયમ રાખવો, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિકતા માં અભાવ હોય, યાત્રા પ્રવાસ થાય, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોની અસર રહેશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- ધનલાભ થશે, નોકરિયાત વર્ગ માટે પરિશ્રમી દિવસ રહેશે, કુટુંબીજનો સાથે મુલાકાત કરશો, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ પેટ સંબંધિત તકલીફ પડી શકે, શત્રુઓથી સાવધ રહેવું, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, સંતાન સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, ક્રોધ પર કાબૂ મેળવવો, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments