Rashi fal 28/12/19

 પૌષ સુદ બીજ ( 11:10 ), ત્રીજ
28/12/2019
ચંદ્રરાશિ :- મકર
નક્ષત્ર :- ઉત્તરાષાઢા ( 18:43 ), શ્રવણ
યોગ :- વ્યાઘાત ( 20:26 ), હર્ષણ
કરણ :- તૈતિલ ( 23:39 ), ગર

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- કાર્યમાં સફળતા મળશે,‌ શાંતિની અનુભૂતિ થાય, ધનલાભ થાય, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યનો સાથ મળે, પરાક્રમમાં સફળતા મળશે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, મન બેચેન બની રહે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્ય પ્રબળ બનશે, લાભ પ્રાપ્તિ થાય, અટકાયેલા કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- નકારાત્મક વિચારોની અસર રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, બિમાર થવાની શક્યતા રહે, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિધાર્થીઓ માટે શ્રેષ્ઠ દિવસ, સારું ખાનપાન મળે, લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- સુખમાં વૃદ્ધિ થાય, વાહન સંબંધિત તકલીફ દૂર થાય, ધનલાભ થાય, મધ્યમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં સફળતા મળશે, યાત્રા પ્રવાસ થાય, ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે મિલન થાય, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ભાગ્ય પ્રબળ બનશે, કાર્યમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બનશે, કાર્યમાં સફળતા મળશે, પાર્ટનર સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ થાય, આંખ સંબંધિત તકલીફ પડી શકે, વિચારોમાં મગ્ન રહેશો, સામાન્ય દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લાભ પ્રાપ્તિ થાય, અટકાયેલા કાર્યમાં સફળતા મળશે, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments