Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ચૈત્ર વદ છઠ્ઠ (07:06), સાતમ (ક્ષય તિથિ)

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 30/04/2024 મંગળવાર

ચંદ્ર રાશિ :- ધન (10:36), મકર

નક્ષત્ર :- ઉત્તરાષાઢા (28:10), શ્રવણ 

યોગ :- સાધ્ય (22:24), શુભ

કરણ :- વણિજ (07:06), ભદ્રા (18:29), બવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્યોમાં સફળતા મેળવશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મકતા દૂર કરવી, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ તેમજ સરકારી કામકાજ પૂર્ણ થશે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્યનો સાથ મેળવશો, સારું ખાનપાન તેમજ મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે મુલાકાત થશે, મઘ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધન બાબત ચિંતિત રહેશો, રોગપ્રતિકારક શક્તિ ઓછી સંભવે, મધ્યાહ્ન બાદ કાર્ય બાબત માર્ગ મોકળો મળે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, વ્યાપાર ઉદ્યોગમાં સફળ તેમજ મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વાહન આદિ સુખ મેળવશો, માતાની તબિયત સાચવવી, મધ્યાહ્ન બાદ લાભ પ્રાપ્તિ તેમજ ઉચ્ચ પદ પ્રાપ્ત કરશો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- વ્યાપાર ઉદ્યોગ અર્થે પ્રવાસ થશે, સારું ખાનપાન તેમજ પરિશ્રમ દાયક સમય, મધ્યાહ્ન બાદ મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લાભ પ્રાપ્ત કરશો, સ્નેહીજન સાથે આકસ્મિક મુલાકાત થશે, મધ્યાહ્ન બાદ ધાર્મિક યાત્રા તેમજ કળામય ચીજોનો સંગ્રહ કરશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનલાભ થશે, અટકાયેલા કાર્યોમાં વૃદ્ધિ પામશો, મધ્યાહ્ન બાદ વ્યાપારમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યાહ્ન બાદ આકસ્મિક લાભ તેમજ પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- અધિકારવાળા મિત્રોનો સહકાર તેમજ સન્માન મેળવશો, ભાગ્યનો સાથ મળે,મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સરકારી કામકાજ માટે અનુકૂળ સમય, માતા પિતા સાથે સમય વિતાવશો, મધ્યાહ્ન બાદ અટકાયેલું ધન પરત મળશે, પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments