Rashi Fal ( 5/6/19 )

જેઠ સુદ બીજ
05/06/2019
પર્યાવરણ દિવસની શુભેચ્છા.

મેષ રાશિ :- આકસ્મિક ધનલાભ થશે, નકારાત્મક વિચાર ના કારણે કામમાં ધ્યાન ન આપી શકો, યાત્રાનું આયોજન થાય, સંબંધી સાથે ક્લેશ ના થાય તેનું ધ્યાન રાખવું.

વૃષભ રાશિ :-  ખર્ચ થવાનો સંભવ રહે, આજનો દિવસ ઉત્તમ છે.

મિથુન રાશિ :- કાર્ય માં અટકાવ આવે, ધનલાભ થાય, ખાવાપીવામાં સંભાળવું.

કર્ક રાશિ :- શત્રુઓથી સંભાળવું, સંતાન - મિત્રો તરફથી સારા સમાચાર પ્રાપ્ત થાય.

સિંહ રાશિ :- આકસ્મિક ધનખર્ચ થાય, પેટ ને લગતા દર્દ થાય, નોકરીયાત વર્ગને માટે સારો દિવસ રહેશે.

કન્યા રાશિ :- યાત્રા - પ્રવાસનું આયોજન થાય, મન બેચેન રહે, ક્રોધ પર કાબૂ રાખવો હિતાવહ છે.

તુલા રાશિ :- બહાર જવાનું થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ થાય.

વૃશ્ચિક રાશિ :- આજનો દિવસ શુભ રહે, નકારાત્મક વિચારોના અસરને કારણે કામમાં વિઘ્ન આવે.

ધન રાશિ :- કાર્યમાં અવરોધ આવે, આકસ્મિક ધનખર્ચ થવાનો સંભવ રહેલો છે, પતિ પત્ની વચ્ચે અણબનાવ ન થાય તેનું ધ્યાન રાખવું.

મકર રાશિ :- ખાનપાનમાં ધ્યાન દેવું, પ્રવાસના યોગ જણાય છે, મિત્રો સાથે રહેવાનું થાય, ધનખર્ચ થાય.

કુંભ રાશિ :- આવક-સ્રોત લંબાય , ક્રોધ પર કાબૂ રાખવો, અટકાયેલા કાર્ય શરૂ થાય.

મીન રાશિ :- ધાર્મિક સ્થળ પર અથવા ધાર્મિક કાર્ય કરશો, કાર્યમાં અવરોધ આવે, માતા પિતા જોડે અણબનાવ બને.

આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments