Rashi Fal 18/6/19

જેઠ વદ એકમ
18/06/2019
ચંદ્રરાશિ :- ધન રાશિ
નક્ષત્ર :- મૂળ ( 11:52 )
યોગ :- શુક્લ ( 19:01 )
કરણ :- તૈતિલ ( 27:00 )
રાજયોગ પ્રારંભ 14:33 થી

મેષ રાશિ :-  નકારાત્મક વિચારો આવે, કાર્યોમાં અવરોધ ઊભો થાય, બહાર જવાનું થાય, ધનલાભ થાય.

વૃષભ રાશિ :-  દિવસ ભર બેચેની જેવું લાગે, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ :- મોજશોખમાં ખર્ચ થાય, સામાન્ય દિવસ રહેશે, વિચારો પર અંકુશ રાખવો.

કર્ક રાશિ :- પગની તકલીફ થાય, શત્રુઓથી સંભાળવું, પેટ સંબંધીત તકલીફો જણાય.

સિંહ રાશિ :- વિદ્યાર્થી મિત્રો ને અભ્યાસમાં અરુચિ લાગે , પેટની તકલીફ થાય, બહાર જવાનું થાય.

કન્યા રાશિ :- માનસિક ચિંતાને કારણે કામમાં ધ્યાન ન રહે, ક્રોધને કાબૂમાં રાખવો, માતા જોડે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું.

તુલા રાશિ :- યાત્રા - બહાર જવાનું થાય, ધાર્મિક કાર્યોમાં વિઘ્નો આવે, ભાઈભાંડુ થી શાંતિ પૂર્વક વ્યવહાર કરવો.

વૃશ્ચિક રાશિ :- અટકાયેલા કાર્ય આગળ વધે, તબિયત નાદુરસ્ત હોય તેવું લાગે, ધનખર્ચ સંભવે, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ :- ગુસ્સા ને કારણે પતિ પત્ની વચ્ચે અણબનાવ બને, ધનખર્ચ સંભવે, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ :- બહાર જવાનું થાય, શત્રુઓ પર વિજય મેળવો, પેટ સંબંધીત તકલીફો જણાય, નકારાત્મક વિચારોથી દૂર રહેવું.

કુંભ રાશિ :- મિત્રોથી સાવચેતી રાખવી અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સંતાન પર ગુસ્સા ને કાબૂમાં રાખવો, કાર્યોમાં અટકાવ આવે.

મીન રાશિ :- વિચારોને કારણે કામમાં ધ્યાન ન આપી શકો, ક્રોધને કાબૂમાં રાખવો હિતાવહ છે, નકારાત્મકતા થી દૂર રહેવું હિતાવહ છે.

આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments