Rashi Fal 13/6/19

જેઠ સુદ એકાદશી (નિર્જલા ભીમ એકાદશી) ( 16:49 )
13/06/2019
ચંદ્રરાશિ :- તુલા
નક્ષત્ર :- ચિત્રા ( 10:55 )
યોગ :- પરિઘ( 25:22 )
કરણ :- બવ ( 28:08 )
રવિયોગ 10:55 સુધી
ભદ્રા 16:49 સુધી

મેષ રાશિ :- પાર્ટનર સાથે આજનો દિવસ સારો રહેશે, ખાન પાનમાં ખર્ચ થાય, બહાર જવાનું થાય.

વૃષભ રાશિ :-  શત્રુઓથી સંભાળવું પડશે, માનસિક તણાવ અનુભવાય, ધનખર્ચ થાય.

મિથુન રાશિ :- સંતાન તરફથી પ્રેમ પ્રાપ્ત થશે, મન ની વાત કહેવા માટે આજનો દિવસ સારો રહેશે.

કર્ક રાશિ :- ધનલાભ થાય, વિદ્યા પ્રાપ્તિમાં સફળતા મળે, પેટ સંબંધી તકલીફ જણાય, મકાન બાબતના પ્રશ્નો ઉકેલાય.

સિંહ રાશિ :-  આવક-સ્રોત લંબાય, ધાર્મિકતા વધે, મિત્રો તરફથી સંભાળવું.

કન્યા રાશિ :- ધનલાભ થાય, ધાર્મિકતા બની રહે, અટકાયેલા કાર્યો આગળ વધે.

તુલા રાશિ :- બહાર જવાનું થાય, મોજ-શોખ પાછળ ધન ખર્ચ થાય, પાર્ટનર સાથે સારું રહે.

વૃશ્ચિક રાશિ :- નોકરીયાત વર્ગ માટે શ્રેષ્ઠ દિવસ છે, માનસિક અભાવ ને કારણે કામમાં વિઘ્ન આવે.

ધન રાશિ :- મિત્રો સાથે મનમેળ સારો રહેશે, શુભાશુભ દિવસ જણાય.

મકર રાશિ :- વિદ્યા પ્રાપ્તિમાં સફળતા મળે, ‌શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે, બહાર જવાનું થાય, કાર્ય આગળ વધે.

કુંભ રાશિ :- ધાર્મિક કાર્ય કરશો, મિત્રો તરફથી સાવચેતી રાખવી, નોકરી બાબતના પ્રશ્નો નું નિરાકરણ થાય.

મીન રાશિ :-  ધાર્મિકતા વધે, મન બેચેન રહે, આકસ્મિક ખર્ચ થઇ શકે, સગા- સંબંધીઓ જોડે  સાવચેતી પૂર્વક વ્યવહાર કરવો.

" ૐ નમો ભગવતે વાસુદેવાય " <-- આ મંત્રની 1 માળા (108 વાર બોલવું.) કરવી, નિર્જલા ભીમ એકાદશી હોવાથી આ મંત્ર ફળદાયી બનશે.

આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments