Rashi Fal ( 4/6/19 )

જેઠ સુદ એકમ
04/06/2019
શુક્ર વૃષભ રાશિમાં સવારે 11:21 થી ,
સવારે 11:40  પછી ચંદ્રરાશિ મિથુન

મેષ રાશિ :- અચાનક દ્રવ્ય લાભ થાય, મુસાફરી નો યોગ જણાય છે, લગ્ન ઈચ્છુક યુવક - યુવતી માટે શ્રેષ્ઠ દિવસ છે, કુટુંબમાં ક્લેશ ના થાય તેનું ધ્યાન રાખવું.

વૃષભ રાશિ :- આકસ્મિક ખર્ચ થાય, કોઈને માઠું ન લાગે તેનું ધ્યાન રાખવું, મનપસંદ વ્યક્તિ સાથે બહાર ફરવા જવાનું થાય યા તો લાગણી વ્યક્ત કરી શકો.

મિથુન રાશિ :- ધારેલું કામ લંબાઈ શકે, ક્રોધ પર કાબૂ રાખવો, દ્રવ્ય હાનિ થાય, મિત્રો નો સહકાર મળે.

કર્ક રાશિ :-  સંતાન તરફથી પ્રેમ યા તો શુભ સમાચાર મળે, ખાન - પાનમાં ધ્યાન રાખવું, અચાનક દ્રવ્ય હાનિ અથવા પ્રવાસ થાય.

સિંહ રાશિ :- ગુસ્સામાં કાબૂ રાખવો, મિત્રો સાથે બહાર ફરવા જવાનું થાય, માતા પિતા તરફથી પ્રેમ યા તો શુભ સમાચાર પ્રાપ્ત થાય.

કન્યા રાશિ :- ભાઇ - બેન તરફથી પ્રેમ - સહકાર મળે, માતા પિતા જોડે અણબનાવ ન બને તેની તકેદારી રાખવી, મનગમતી વસ્તુ મળી શકે.

તુલા રાશિ :- દ્રવ્ય લાભ અથવા તો લેણું બાકી હોય તે ચુકતે થાય, ભાઇ - બેન જોડે અણબનાવ ન બને તેની તકેદારી રાખવી, પ્રવાસ થાય.

વૃશ્ચિક રાશિ :- શુભ દિવસ રહેશે , અચાનક દ્રવ્ય હાનિ થાય , લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ દિવસ , પતિ પત્ની વચ્ચે સુમેળભર્યો દિવસ રહેશે.

ધન રાશિ :-  શુભાશુભ દિવસ રહેશે , શત્રુ પર વિજય પ્રાપ્ત થાય , ઘરમાં ક્લેશ ના થાય તેનું ધ્યાન રાખવું, સંતાન તરફથી પ્રેમ મળે.

મકર રાશિ :-  મુસાફરી થાય , દ્રવ્ય હાનિ અથવા તો પેટ ને લગતી બીમારી થાય, મિત્ર તરફથી સારો આવકાર મળે, માતા તરફથી પ્રેમ મળે, સંતાન તરફ અમી દ્રષ્ટિ રાખવી.

કુંભ રાશિ :- મિત્રો જોડે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ખાન પાનમાં ધ્યાન રાખવું , ગુસ્સા પર કાબૂ રાખવો, નોકરી ઈચ્છુક માટે શ્રેષ્ઠ દિવસ છે.

મીન રાશિ :-  માતા પિતા જોડે સાવચેતી પૂર્વક વર્તન કરવું હિતાવહ છે, ભાઇ બહેન તરફથી પ્રેમ મળે, આપના ઉપરી અધિકારી તરફ શાંતિ પૂર્વક વ્યવહાર કરવો.

આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

Mehta Jay Jagdishbhai
GANDHIDHAM
🙏🏻

Comments