7/6/19

જેઠ સુદ ચોથ ( 7:38 સુધી ) , પાંચમ 07/06/2019 ચંદ્રરાશિ :- કર્ક નક્ષત્ર :- પુષ્ય યોગ :- ધ્રુવ મેષ રાશિ :- આકસ્મિક ધનલાભ થશે, માતા તરફથી પ્રેમ પ્રાપ્ત થાય, મકાન બાબતે સાવચેતી પૂર્વક સોદો કરવો, નાની મુસાફરી થાય, સંબંધી સાથે ક્લેશ ના થાય તેનું ધ્યાન રાખવું. વૃષભ રાશિ :- ખર્ચ થવાનો સંભવ રહે, આજનો દિવસ ઉત્તમ છે, ભાઈ - બહેન જોડે સારું લાગે. મિથુન રાશિ :- કાર્ય માં અટકાવ આવે, ધનખર્ચ થાય, ખાવાપીવામાં સંભાળવું, ગુસ્સામાં કામ બગડે, ભાઈભાંડુ સાથે સારો વ્યવહાર રહે. કર્ક રાશિ :- શત્રુઓથી સંભાળવું, સંતાન - મિત્રો તરફથી સારા સમાચાર પ્રાપ્ત થાય, મન ફરતું રહે નકારાત્મક વિચારોથી દૂર રહેવું, લગ્ન ઈચ્છુક માટે આજનો દિવસ સારો રહેશે. સિંહ રાશિ :- ધનખર્ચ થાય, પેટ ને લગતા દર્દ થાય, નોકરીયાત વર્ગને માટે સારો દિવસ રહેશે, મિત્રો સાથે સમય પસાર કરશો. કન્યા રાશિ :- યાત્રા - પ્રવાસનું આયોજન થાય, મિત્રો સાથે બહાર જવાનું થાય, ક્રોધ પર કાબૂ રાખવો હિતાવહ છે. પરિવાર સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો હિતાવહ છે. તુલા રાશિ :- બહાર જવાનું થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ થાય, નોકરીયાત વર્ગને માટે સારો દિવસ, સંતાન સાથે અણબનાવ બની શકે. વૃશ્ચિક રાશિ :- આજનો દિવસ શુભ રહે, નકારાત્મક વિચારોના અસરને કારણે કામમાં વિઘ્ન આવે, યાત્રા થાય, ધાર્મિકતા આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધુ રહે તેમજ લક્ષ્મીજી પ્રસન્ન રહે. ધન રાશિ :- મન બેચેન રહે, આકસ્મિક ધનખર્ચ થવાનો સંભવ રહેલો છે, પતિ પત્ની વચ્ચે અણબનાવ ન થાય તેનું ધ્યાન રાખવું, સાવચેતી પૂર્વક લગ્ન ઈચ્છુક યુવક-યુવતી એ આગળ વધવું. મકર રાશિ :- ખાનપાનમાં ધ્યાન દેવું, પ્રવાસના યોગ જણાય છે, મિત્રો સાથે રહેવાનું થાય, ધનખર્ચ થાય, પતિ પત્ની અથવા પાર્ટનર સાથે વ્યવહાર સારો રહે. કુંભ રાશિ :- આવક-સ્રોત લંબાય , ક્રોધ પર કાબૂ રાખવો, અટકાયેલા કાર્ય શરૂ થાય, પાણી જેવા પદાર્થ વધારે પીવાય. સામાન્ય રોગ થાય. મીન રાશિ :- ધાર્મિક સ્થળ પર અથવા ધાર્મિક કાર્ય કરશો, કાર્યમાં અવરોધ આવે, માતા પિતા જોડે અણબનાવ બને, ધનલાભ થાય, સંતાન નું મન ભાવુક રહે. આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments

Post a Comment