Rashi Fal 15/6/19

જેઠ સુદ તેરસ
15/06/2019
ચંદ્રરાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- વિશાખા ( 09:59 )
યોગ :- સિદ્ધ( 21:42 )
કરણ :- ગર (26:15 )
સૂર્ય મિથુન રાશિમાં 17:38 થી

મેષ રાશિ :- ધનલાભ થાય, ક્રોધ ને કારણે કામ બગડે તેથી ધ્યાન રાખવું, ભાઈ-બહેન જોડે સાવચેતી રાખી વ્યવહાર કરવો.

વૃષભ રાશિ :-  લગ્ન ઈચ્છુક માટે સારો સમય છે, લાભ‌ પ્રાપ્તિમાં અવરોધ આવે, આંખ ને નુકસાન ન થાય તેની કાળજી રાખવી.

મિથુન રાશિ :- પતિ પત્ની વચ્ચે અણબનાવ બનવાની શક્યતા રહે, ક્રોધ ને કારણે તબિયત ખરાબ થાય.

કર્ક રાશિ :- ધનખર્ચ થાય, પગની તકલીફ થાય, મિત્રો સાથે સારું વર્તન કરો.

સિંહ રાશિ :- મિત્રો જોડે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, નોકરિયાત વર્ગ માટે સારો દિવસ રહેશે, પેટની તકલીફ જણાય.

કન્યા રાશિ :- માતા-પિતા સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, યાત્રા થાય.

તુલા રાશિ :- યાત્રા - બહાર જવાનું થાય, આકસ્મિક ધનલાભ થાય, ભાઈ-બહેન સાથે ઓછું બને.

વૃશ્ચિક રાશિ :- અટકાયેલા કાર્ય આગળ વધે, તબિયત નાદુરસ્ત હોય તેવું લાગે, પેટ સંબંધીત બિમારી થાય.

ધન રાશિ :- ગુસ્સા ને કારણે પતિ પત્ની વચ્ચે અણબનાવ બને, ધનખર્ચ સંભવે, ખાણીપીણી ને કારણે બિમાર પડી શકો.

મકર રાશિ :- વિદ્યા પ્રાપ્તિમાં સફળતા મળે, ‌ધનલાભ થાય, બહાર જવાનું થાય, સાવચેતી રાખવી.

કુંભ રાશિ :- મિત્રોથી સાવચેતી રાખવી અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સંતાન પર ગુસ્સા ને કાબૂમાં રાખવો.

મીન રાશિ :-  ધાર્મિકતા વધે, ધનલાભ થાય, કાર્યોમાં અટકાવ આવે, તબિયત નાદુરસ્ત રહે, કાળજી રાખવી હિતાવહ છે.

આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments