Rashi Fal 23/6/19

જેઠ વદ છઠ્ઠ ( 23:53 )
23/06/2019
ચંદ્રરાશિ :- કુંભ
નક્ષત્ર :- શતભિષા ( 24:07 )
યોગ :- પ્રીતિ ( 21:50 )
કરણ :- ગર ( 10:40 )
શુક્ર મૃગશીર્ષ નક્ષત્રમાં 13:40 થી,

મેષ રાશિ :-  મનોબળ મક્કમ નિર્ધાર હોવાને કારણે કામમાં વિલંબ થાય, મિત્રો જોડે બહાર જવાનું થાય, કાર્યમાં અવરોધ આવે, મોજ મજામાં દિવસ પસાર થાય.

વૃષભ રાશિ :-  આવક સ્રોતમાં અડચણો આવે, ભાઈભાંડુ સાથે સારું ફાવે, એકંદરે દિવસ શાંતિ પૂર્વક વીતશે.

મિથુન રાશિ :- ખોટો ખર્ચ ઊભા થાય, અટકાયેલુ ધન પાછુ આવે, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ :- બિનજરૂરી ખર્ચ થાય, નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ, ખાન પાનમાં ધ્યાન રાખવું.

સિંહ રાશિ :- સાહસ કરવામાં પાછા પડવાની શક્યતા રહે, સકારાત્મક વિચારો રાખશો તો શુભ ફળ પ્રાપ્ત થાય.

કન્યા રાશિ :- અભ્યાસાર્થીઓ ખૂબ મહેનત કરવાની હિંમત મળશે, ક્યાંક ને ક્યાંક મહેનત આડે જતી હોય એવું લાગે પણ ફળ ચોક્કસ શ્રેષ્ઠ મળશે.

તુલા રાશિ :- ભાઈભાંડુ સાથે અણબનાવ બને, ધાર્મિકતા માં અભાવ, શુભાશુભ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ :- આંખ સંબંધીત તકલીફ થશે, માતા જોડે અણબનાવ બને, જમીન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ ન આવે.

ધન રાશિ :- લગ્નજીવનમાં ખટાશ આવી શકે સાવચેતી પૂર્વક વ્યવહાર કરવો હિતાવહ છે, ધનખર્ચ થશે.

મકર રાશિ :- ખોટો ખર્ચ સંભવે, મિત્રો જોડે સારો દિવસ રહેશે, લગ્ન ઈચ્છુક માટે સમય સારો છે.

કુંભ રાશિ :- ખાન પાનમાં ધ્યાન રાખવું હિતાવહ છે, રક્ત સંબંધિત બિમાર વ્યક્તિઓ એ ખાસ સંભાળ રાખવી, સામાન્ય દિવસ રહેશે.

મીન રાશિ :- સંતાન તરફથી સુખદ સમાચાર મળશે તેમની સાથે વ્યવહાર સારો રહેશે, બિનજરૂરી ખર્ચ સંભવે, શરીરની કાળજી રાખવી જરૂરી રહેશે.

આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments