Rashi Fal 29/6/19

સૂર્યોદય 06:08 ( સૂર્યોદય વખતે એકાદશી હોવાથી પૂરાં દિવસ દરમિયાન એકાદશી જ રહેશે. )

જેઠ વદ એકાદશી ( 06:46 )
29/06/2019
ચંદ્રરાશિ :- મેષ રાશિ ( 16:02 )
નક્ષત્ર :- ભરણી ( 09:57 )
યોગ :- ધૃતિ ( 21:44 )
કરણ :- કૌલવ ( 18:35 )

મેષ રાશિ :- પસંદગીના પાત્ર જોડે બહાર ફરવા જવાનું થાય, સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય, ધારેલ કાર્ય આગળ વધે.

વૃષભ રાશિ :-  મોજશોખની ચીજોમાં ધનખર્ચ થાય, ભાઈભાંડુ સાથે સારો વ્યવહાર રહેશે.

મિથુન રાશિ :-  લગ્ન ઈચ્છુક વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ દિવસ છે, દાંપત્ય જીવન માં પણ વિચાર શૈલી બદલાય.

કર્ક રાશિ :- ખાન પાનમાં ધનખર્ચ થાય, આકસ્મિક બિમારી સંભવે, ક્લેશ ન થાય તેનું ધ્યાન રાખવું.

સિંહ રાશિ :- મિત્રો નો સહકાર પ્રાપ્ત થશે, ધાર્મિકતા વધે, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ :- ધનલાભ થાય, કાર્યમાં અવરોધ આવે, વિચારો પર કાબૂ રાખશો તો શુભ ફળ પ્રાપ્ત થશે.

તુલા રાશિ :- યાત્રા પ્રવાસના યોગ જણાય છે, કારકિર્દી બનાવવા માટે હિંમતથી કામ લેવું.

વૃશ્ચિક રાશિ :- બહાર જવાનું થાય, આકસ્મિક ધનખર્ચ થાય, ક્રોધ પર કાબૂ રાખવો.

ધન રાશિ :- પતિ પત્ની વચ્ચે મીઠો ઝગડો થાય, શુભાશુભ દિવસ રહેશે, ટ હમમ કાર્યમાં અવરોધ આવે.

મકર રાશિ :- દ્રવ્ય હાનિ થાય, ક્રોધ પર કાબૂ રાખવો, મિષ્ટાન્ન પ્રાપ્ત થાય.

કુંભ રાશિ :- ખાન પાનમાં ધ્યાન રાખવું, ભાઈભાંડુ સાથે સારો વ્યવહાર રહેશે, મિત્રો સાથે અણબનાવ ન થાય તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.

મીન રાશિ :- વિદ્યા ક્ષેત્રે લાભ પ્રાપ્ત થાય, સરકારી કામકાજ માટે સારો સમય છે, સામાન્ય દિવસ રહેશે.

આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments