08/06/19

જેઠ સુદ છઠ્ઠ
08/06/2019
ચંદ્રરાશિ :- કર્ક ( 17:22 )
નક્ષત્ર :- આશ્લેષા
યોગ :- વ્યાઘાત

મેષ રાશિ :- આકસ્મિક ધનલાભ થશે, માતા તરફથી પ્રેમ પ્રાપ્ત થાય, સંતાન નકારાત્મક વલણ ધરાવે, નાની મુસાફરી થાય, સંબંધી સાથે ક્લેશ ના થાય તેનું ધ્યાન રાખવું.

વૃષભ રાશિ :-  ખર્ચ થવાનો સંભવ રહે, આજનો દિવસ ઉત્તમ છે, માતા જોડે ક્લેશ ના થાય તેનું ધ્યાન રાખવું, મકાન બાબતે વિચાર કર્યા બાદ આગળ વધવું.

મિથુન રાશિ :- કાર્ય માં અટકાવ આવે, ધનખર્ચ થાય, ખાવાપીવામાં સંભાળવું, ગુસ્સામાં કામ બગડે, ભાઈભાંડુ સાથે મનમેળ ઓછો કરાવે.

કર્ક રાશિ :- શત્રુઓથી સંભાળવું, સંતાન - મિત્રો તરફથી સારા સમાચાર પ્રાપ્ત થાય, ધનલાભ થાય તથા પાણી ની જેમ રસ્તો પણ તરત જ થઈ શકે.

સિંહ રાશિ :- ધનખર્ચ થાય, પેટ ને લગતા દર્દ થાય, મન બેચેન રહે, લગ્નજીવન માં અહમ્ ને કારણે ક્લેશ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું.

કન્યા રાશિ :- કાર્ય માં અટકાવ આવે, સંભાળીને બોલવું, ધન વ્યય કરાવે, પાણી જેવા પ્રદેશમાં જવાનું થાય.

તુલા રાશિ :- બહાર જવાનું થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધનલાભ થાય, સંતાન સાથે સારું રહે.

વૃશ્ચિક રાશિ :- આજનો દિવસ શુભ રહે, નકારાત્મક વિચારોના અસરને કારણે કામમાં વિઘ્ન આવે, પિતા જોડે અણબનાવ બને.

ધન રાશિ :- મન બેચેન રહે, આકસ્મિક ધનખર્ચ થવાનો સંભવ રહેલો છે, પતિ પત્ની વચ્ચે અણબનાવ ન થાય તેનું ધ્યાન રાખવું, ધાર્મિક કાર્ય કરશો.

મકર રાશિ :- ખાનપાનમાં ધ્યાન દેવું, પ્રવાસના યોગ જણાય છે, મિત્રો સાથે રહેવાનું થાય, ધનખર્ચ થાય.

કુંભ રાશિ :- આવક-સ્રોત લંબાય , ક્રોધ પર કાબૂ રાખવો, અટકાયેલા કાર્ય શરૂ થાય, પત્ની જોડે મનમેળ ઓછો થાય.

મીન રાશિ :- ધાર્મિક સ્થળ પર અથવા ધાર્મિક કાર્ય કરશો, કાર્યમાં અવરોધ આવે, પાણી વધારે પીવું હિતાવહ છે, પેટ માં દર્દ અનુભવાય.

આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments