Rashi Fal 30/6/19
જેઠ વદ બારસ ( 06:11 )
*તેરસ નો ક્ષય છે.*
30/06/2019
ચંદ્રરાશિ :- વૃષભ
નક્ષત્ર :- કૃતિકા ( 10:01 )
યોગ :- શૂલ ( 19:55 )
કરણ :- ગર ( 17:40 )
મેષ રાશિ :- આકસ્મિક ધનલાભ થાય, ભાઈભાંડુ સાથે ફરવા જવાનું થાય, માતા જોડે વ્યવહાર સારો રહેશે, મકાન સંબંધીત પ્રશ્નો નો નિરાકરણ આવે.
વૃષભ રાશિ :- અટકાયેલા કાર્યો શરૂ થાય, ભાગ્ય પ્રબળ બને, આંખ સંબંધીત તકલીફ જણાય, ભાઈભાંડુ સાથે સાવચેતી પૂર્વક વ્યવહાર કરવો.
મિથુન રાશિ :- મન ના વિચારો પર કાબૂ રાખવો, આકસ્મિક ધનખર્ચ સંભવે, પાણી વાળા ક્ષેત્રમાં જવાનું થાય.
કર્ક રાશિ :- ખાનપાનમાં, મોજશોખમાં ધનખર્ચ થાય, મિત્રોને મળવાનું થાય, સહકાર પ્રાપ્ત થશે.
સિંહ રાશિ :- વ્યાપારી વ્યક્તિઓ માટે સારો સમય છે, નોકરિયાત વર્ગ માટે નવી તક મળી શકે, ક્રોધ પર કાબૂ રાખવો.
કન્યા રાશિ :- ધાર્મિકતા વધે, વિદ્યા ક્ષેત્રે જોડાયેલા વ્યક્તિઓ માટે સારો સમય છે, કાર્યમાં અવરોધ આવે પણ હિંમતથી કામ લેવું.
તુલા રાશિ :- ધનખર્ચ સંભવે, યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને, કાર્ય ક્ષેત્ર માટે નવી તક મળે, પિતા જોડે અણબનાવ બની શકે.
વૃશ્ચિક રાશિ :- ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં ધનલાભમાં અવરોધ આવે, ધાર્મિકતા માં ઊણપ આવે.
ધન રાશિ :- ધનખર્ચ સંભવે, યાત્રા પ્રવાસનું આયોજન થાય, ભાગ્ય સાથ ન આપતું હોય એવું લાગે, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ :- મિત્રો સાથે બહાર જવાનું થાય, ધનલાભ થાય, પ્રવાસનું આયોજન થાય.
કુંભ રાશિ :- ખાન પાનમાં ધ્યાન રાખવું, કાર્ય ક્ષેત્રમાં નવું સાહસ કરી શકો, શ્રેષ્ઠ દિવસ રહેશે.
મીન રાશિ :- ધાર્મિકતા વધે, અટકાયેલા કાર્યો શરૂ થાય, પેટની બીમારી ન થાય તેનું ધ્યાન રાખવું.
આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment