Rashi Fal 09/06/19

જેઠ સુદ સાતમ ( ભાનુ સપ્તમી )
09/06/2019
ચંદ્રરાશિ :- સિંહ
નક્ષત્ર :- મઘા ( 15:49 )
યોગ :- હર્ષણ
રાજયોગ :- 15:50 થી 24:38 સુધી

મેષ રાશિ :- નકારાત્મક વિચારોના કારણે કામમાં ધ્યાન ન આપી શકો, ધનલાભ થાય, ક્રોધ પર કાબૂ રાખવો.

વૃષભ રાશિ :-  ધન સંચય ઓછો કરાવે યા તો નફો ઓછો કરાવે, શ્વાસમાં તકલીફ જણાય, મકાન બાબતના પ્રશ્નમાં શાંતિ પૂર્વક નિર્ણય લેવો, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ :- ભાઈભાંડુ સાથે સારો વ્યવહાર રહેશે, ચહેરા પર કંઈક નિશાન થવાની શક્યતા રહે, સાવચેતી રાખી ને વ્યવહાર કરવો.

કર્ક રાશિ :- ધનલાભ થાય, આંખ સંબંધી તકલીફ જણાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્ર સાથે મનમેળ વધે.

સિંહ રાશિ :- ગુસ્સા પર કાબૂ રાખવો, જમીન સંબંધીત કાર્ય આગળ વધી શકે, આવક-સ્રોત લંબાય.

કન્યા રાશિ :- પાણી હોય તેવા પ્રદેશમાં જવાય, ધનખર્ચ થાય, ભાઈભાંડુ સાથે સારું બને.

તુલા રાશિ :- બહાર જવાનું થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સંતાન તરફથી પ્રેમ પ્રાપ્ત થાય.

વૃશ્ચિક રાશિ :- નોકરીયાત વર્ગ માટે શ્રેષ્ઠ દિવસ છે, નકારાત્મક વિચારોના અસરને કારણે કામમાં વિઘ્ન આવે, પાર્ટનર સાથે સારું બને.

ધન રાશિ :- મન બેચેન રહે, આકસ્મિક ધનખર્ચ થવાનો સંભવ રહેલો છે, શુભાશુભ દિવસ રહેશે.

મકર રાશિ :- ખાનપાનમાં ધ્યાન દેવું, પ્રવાસના યોગ જણાય છે, મિત્રો સાથે રહેવાનું થાય, ધનખર્ચ થાય.

કુંભ રાશિ :- આવક-સ્રોત લંબાય , ક્રોધ પર કાબૂ રાખવો, પાર્ટનર સાથે સારું બને, નકારાત્મક વિચારોથી દૂર રહેવું.

મીન રાશિ :- ધાર્મિક સ્થળ પર અથવા ધાર્મિક કાર્ય કરશો, કાર્યમાં અવરોધ આવે, શત્રુઓથી સંભાળવું, મકાન બાબતના પ્રશ્નમાં શાંતિ પૂર્વક નિર્ણય લેવો.

આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments