Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

આસો વદ બીજ (09:49), ત્રીજ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 19/10/2024 શનિવાર

ચંદ્ર રાશિ :- મેષ (16:10), વૃષભ

નક્ષત્ર :- ભરણી (10:47), કૃત્તિકા 

યોગ :- સિદ્ધિ (17:42), વ્યતિપાત

કરણ :- ગર (09:49), વણિજ (23:31), ભદ્રા 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક અસ્વસ્થતા રહે, કાર્યમાં અટકાવ આવશે, મધ્યાહ્ન બાદ આકસ્મિક લાભ મળશે, સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, પેટની સમસ્યા રહે, મધ્યાહ્ન બાદ સ્નેહીજનો સાથે મુલાકાત તેમજ ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ રોગ શત્રુ પર વિજય મેળવશો, ખોટો ખર્ચ સંભવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, મન બેચેન રહે, મધ્યાહ્ન બાદ સંતાન સાથે સમય વિતાવશો, આવક સ્ત્રોતમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પ્રવાસ કષ્ટમય રહે, હાથમાં પીડા ન થાય તેનું ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ મન આનંદિત રહે, અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નેત્ર પીડા અથવા વાણી વિકાર સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ પ્રવાસ સુખમય રહે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, નકારત્મક અસરોથી દૂર રહેવું, મધ્યાહ્ન બાદ મોજમજાહ ની વૃત્તિ માં ડૂબ્યા રેશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, પ્રવાસનું આયોજન થશે, મધ્યાહ્ન બાદ લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, સન્માન પ્રાપ્ત થશે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યોદય થાય, આવક ચિંતા દૂર થશે, રાજકીય લાભો મળશે, મધ્યાહ્ન બાદ પેટની સમસ્યા તથા પ્રવાસ થશે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વ્યાપારમાં વૃદ્ધિ તથા નોકરિયાત વર્ગને નવી તક મળે, મધ્યાહ્ન બાદ સંતાન વૃદ્ધિ પામશે, આવક લાભ મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પરાક્રમમાં સફળ થશો, દૂર દેશના વ્યાપાર સાથે લાભો મળશે, મધ્યાહ્ન બાદ ભોગ વિકાસમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ :- વાહન શાંતિથી ચલાવવું, માન સન્માન જાળવવું, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, ભાગ્યોદય થશે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments