Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

આસો સુદ તેરસ (24:20), ચૌદશ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 15/10/2024 મંગળવાર

ચંદ્ર રાશિ :- કુંભ (16:47), મીન 

નક્ષત્ર :- પૂ.ભાદ્રપદ (22:09), ઉ.ભાદ્રપદ

યોગ :- વૃદ્ધિ (14:14), ધ્રુવ

કરણ :- કૌલવ (14:03), તૈતિલ (24:20), ગર


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, પેટની સમસ્યા સંભવે, રાજકીય કાર્યોમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ પ્રવાસ સંભવ, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, પિતા સાથે મતભેદ સંભવે, મધ્યાહ્ન બાદ ધન બાબત ચિંતિત રહેશો, મિત્રો સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પ્રવાસ કષ્ટમય રહે, ભાઈ બહેન સાથે મતભેદ થશે, મધ્યાહ્ન બાદ નોકરિયાત વર્ગને માટે કાળજી કારક સમય, વાહન ખર્ચ સંભવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની સમસ્યા રહે, મધ્યાહ્ન બાદ ધાર્મિકતા માં અભાવ તેમજ પ્રવાસ કષ્ટમય રહે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં અટકાવ તેમજ સન્માન સાચવવું, મધ્યાહ્ન બાદ આકસ્મિક ખર્ચ થશે, ગુપ્ત રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસર વધશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ ક્રોધી સ્વભાવના કારણે અવરોધો આવે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- સંતાન ચિંતા રહે, કાર્યક્ષેત્રમાં અટકાવ તેમજ મિત્રો સાથે મતભેદ થશે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન બેચેન રહે, માતા પિતા સાથે મતભેદ થાય, મધ્યાહ્ન બાદ વ્યાપારી વર્ગ સાથે અણબનાવ તેમજ વિદ્યાર્થીઓએ સાવચેત રહેવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યનો સાથ ન મળે, ધાર્મિક કાર્યોમાં અટકાવ તેમજ ક્રોધિત અવસ્થા રહે, મધ્યાહ્ન બાદ માનસિક તાણ અનુભવશો, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચાસરણી રહે, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન સંભવે, ભાઈઓ સાથે મતભેદ થાય, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ તેમજ સામાજિક કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ ધન તથા નેત્ર પીડા રહે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ :- કાર્યમાં અવરોધ તથા પ્રવાસ કષ્ટમય રહેશે, મધ્યાહ્ન બાદ સન્માન ખોરવાય તેવું સંભવે, ગુપ્ત રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments