Rashi fal 06/07/2020

આષાઢ વદ એકમ ( 09:21 ), બીજ
06/07/2020
ચંદ્રરાશિ :- મકર
નક્ષત્ર :- ઉત્તરાષાઢા ( 23:11 ), શ્રવણ 
યોગ :- વૈધૃતિ ( 21:32 ), વિષ્કુમ્ભ
કરણ:- કૌલવ ( 09:22 ), તૈતિલ ( 21:08 ), ગર

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થાય, માનસિક ચિંતા રહે, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરી શકશો, માનસિક તણાવ રહે, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- કુટુંબમાં ક્લેશ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મસ્તક પીડા સંભવે, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યમાં સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યોમાં સફળતા ન મળી શકે, શત્રુઓથી સાવધ રહેવું, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પેટ સંબંધિત તકલીફ પડી શકે, ભાગ્ય પ્રબળ બને, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- માતા પિતા સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ અટકે, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મતભેદ થઈ શકે, ધાર્મિકતા માં અભાવ આવે, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પરિવાર સાથે મતભેદ ન થાય તે સાચવવું, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યમાં અટકાવ આવે, નકારાત્મક વિચારો દૂર કરવા, મધ્યમ દિવસ‌ રહે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ નકારાત્મક વિચારો દૂર કરવા, પ્રવાસ કરશો, પગની પીડા સંભવે, સામાન્ય દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, લાભ પ્રાપ્તિ થાય, સંતાન સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ‌ રહે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments