Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

પોષ વદ નોમ (17:38), દશમ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 23/01/2025 ગુરુવાર

ચંદ્ર રાશિ :- તુલા (22:33), વૃશ્ચિક

નક્ષત્ર :- વિશાખા (29:08), અનુરાધા

યોગ :- ગંડ (29:07), વૃદ્ધિ

કરણ :- ગર (17:38), વણિજ (30:37), ભદ્રા


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત તેમજ ધર્માદી ક્રિયામાં અભાવ વર્તાય, સરકારી કામકાજમાં સાનુકૂળતા રહેશે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિક કાર્યો કરશો, પૈતૃક બાબત પ્રશ્નો હલ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે તેમજ વ્યાપારમાં ઉન્નતિ થશે, પ્રવાસનું આયોજન થશે, ધન સંચય ઓછો થશે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભોગ વિલાસમાં ખર્ચ થશે, અનિયમિત ખાનપાન રહે, પ્રવાસ કષ્ટમય રહે, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- નોકરિયાત વર્ગને નવી તક તેમજ વ્યાપારમાં કાર્યો અવરોધાય, મિત્રોથી સાવધ રહેવું, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પિતા સાથે મતભેદ સંભવે, જમીન મકાન બાબત અનુકૂળ સમય, અસ્થિરતા જળવાશે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- મોજ મજાહની વૃત્તિમાં રહેશો, આકસ્મિક લાભ સાંપડે, ભાઈઓ સાથે મતભેદ તેમજ વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સ્નેહીજનો સાથે તણાવ વધે, ધનખર્ચ થશે, સરકારી કામકાજમાં વ્યસ્ત તેમજ પેટની સમસ્યા વધે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વ્યાપારમાં વૃદ્ધિ તેમજ અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, નેત્ર પીડા થશે, પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, બોલચાલમાં ધ્યાન રાખવું, ભાગ્ય પ્રબળ થશે, નોકર ચાકરથી સાવધ રહેવું, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નેત્ર પીડા થશે, કાર્યમાં અવરોધ આવે, કાર્યક્ષેત્રમાં લાભ મેળવશો, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન સંચય ઓછો થશે, સન્માન જાળવવું, ધર્માદી કાર્યો કરશો, રોગનો ભોગ બનશો, મકાન ચિંતા વધે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments