Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

પોષ વદ બીજ (27:24), ત્રીજ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 15/01/2025 બુધવાર

ચંદ્ર રાશિ :- કર્ક 

નક્ષત્ર :- પુષ્ય (10:28), આશ્લેષા

યોગ :- પ્રીતિ (25:45), આયુષ્માન

કરણ :- તૈતિલ (15:18), ગર (27:24), વણિજ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- જમીન મકાન બાબત ચિંતિત રહેશો, રાજકીય લાભો મેળવશો, કાર્યમાં ક્રોધિત અવસ્થા પર કાબૂ રાખવો, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાઈભાંડુ સાથે કલહ થશે, પરાક્રમમાં અભાવ તેમજ જલ પ્રદેશથી દૂર રહેવું, પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નેત્ર પીડા અથવા મુખ સંબંધિત રોગ સંભવે, ધન સંચય ઓછો થશે, માનસિક વ્યગ્રતા અનુભવશો, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પતિ અથવા પત્ની બાબત શારીરિક તકલીફ રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ઉપરી અધિકારીઓ સાથે મતભેદ સંભવે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- શારીરિક પીડામાં વૃદ્ધિ સંભવે, માન સન્માન જાળવવું, મિત્રોની જામીનગીરિથી દુર રહેવું, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મિત્રો સાથે મતભેદ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પિતા સાથે મતભેદ સંભવે, કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- માનસિક તાણ અનુભવશો, ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થશે, પિતાની તબિયત નાદુરસ્ત રહે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- જલીય ક્ષેત્રોથી દૂર રહેવું, પરાક્રમમાં સફળ થશો, નકારાત્મક અસરો દ્વારા હેરાનગતિ ભોગવશો, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- મુખ સંબંધિત રોગ થશે, બોલચાલમાં ધ્યાન રાખવું, સ્નેહીજનો સાથે મતભેદ તેમજ ધાર્મિકતા માં અભાવ રહે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધન સંચય ઓછો થશે, પેટની સમસ્યામાં વૃદ્ધિ સંભવે, સ્નેહીજનો સાથે તણાવ વધે, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધન સંચય બાબત ચિંતિત રહેશો, રોગ શત્રુ દ્વારા હેરાનગતિ પામશો, પ્રવાસમાં સાવધાની રાખવી, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સંતાન સાથે મતભેદ અથવા ચિંતિત રહ્યા કરશો, કાર્યમાં સાવધાન રહેવું, ખાનપાનમાં અનિયમિતતા રહેશે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments