Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ભાદ્રપદ વદ એકાદશી (14:51), બારસ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 28/09/2024 શનિવાર
ચંદ્ર રાશિ :- કર્ક (27:38), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા (27:38), મઘા
યોગ :- સિદ્ધ (23:51), સાધ્ય
કરણ :- બાલવ (14:51), કૌલવ (27:47), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- રોગ શત્રુઓ પર વિજય મેળવશો, ધનખર્ચ થશે, પ્રવાસ કષ્ટમય રહે, માતા પિતા સાથે સમય વિતાવશો, વ્યાપારી વર્ગમાં નામના થશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સામાજિક કાર્યોમાં સફળતા મેળવશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પેટની સમસ્યા સંભવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ગુપ્ત જ્ઞાન દ્વારા પ્રગતિ પામશો, ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, મસ્તક સંબંધિત તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મન આનંદિત રહે, કાર્યમાં સફળ થશો, હાથમાં પીડા સંભવે, ભ્રાતૃ વર્ગ સાથે તણાવ સંભવે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- નેત્ર સંબંધિત તકલીફ તેમજ બોલચાલમાં ધ્યાન રાખવું, ભોગવિલાસમાં ખર્ચ વધુ કરશો, મિત્રોથી સાવચેત રહેવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વ્યાપારી વર્ગમાં નામના મેળવશો, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, ભાગ્યના જોરે આગળ વધશો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, આવક સ્ત્રોતમાં ઘટ સંભવે, સંતાન ચિંતા વધશે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પતિ અથવા પત્ની માટે લાભદાયી સમય, વાહન શાંતિથી ચલાવવું, ભાગ્યના જોરે આગળ આવશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પતિ અથવા પત્ની માટે કષ્ટપ્રદ સમય, ધાર્મિકતા માં અભાવ તેમજ માતાની તબિયત સાચવવી, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્ય પ્રબળ બને, ધન બાબત ચિંતિત રહેશો, પરાક્રમમાં સફળ તેમજ વ્યાપાર અર્થે પ્રવાસ થશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સ્નેહીજન સાથે તણાવ તેમજ ક્રોધિત અવસ્થા વધશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વ્યાપારમાં અવરોધો ઉદ્ભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સંતાન પ્રગતિ પામશે, સારું ખાનપાન તેમજ રાજકીય લાભ સંભવે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment